આ ‘જીપ’ આપશે રોલર કોસ્ટર જેવું થ્રિલ અને વર્લ્ડ ક્લાસ લક્ઝરીનો અનુભવ

અમદાવાદ : જીપે કેરળમાં પોતાની બે ફ્લેગશિપ ગાડીઓને ખાનગી રીતે શો કેસ કરી હતી. આ કાર્યક્રમમાં અમુક આમંત્રીતોને જ બોલાવવામાં આવ્યા હતા. આ દરમિયા કંપનીએ રેંગલર અનલિમિટેડ અને ગ્રાન્ડ ચેરોકી એસઆટીગાડીને શોકેસ કરી હતી. આ બંન્ને ફ્લેગશીપ ગાડીઓને દિલ્હીનાં ઓટો એક્સપો દરમિયાન રજુ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે જીપ આગામી મહિનાથી ભારતમાં પોતાનાં કારોબારની શરૂઆત કરવાની છે. કંપની ફિયાટ – ક્રિસલર ઓટોમોબાઇલ (એફસીએ) સાથે થયેલા કરારો અનુસાર ભારતીય બજારમાં પુન:પ્રવેશ કરવા જઇ રહી છે.

શરૂઆતમાં કંપની રેંગ્લર અનલિમિટેડ અને ગ્રાન્ડ ચેરોકી એસઆરટીને રજુ કરશે. ત્યાર બાદ સી સેગમેન્ટની વધારે એકએસયૂવીને ભારતીય બજારમાં ઉતારશે. આ સી સેગમેન્ટની એસયૂવીનું નિર્માણ કંપની પોતાનાં રંજનગામ પ્લાન્ટ ખાતે કરશે.

જો પાવર સ્પેસિફિકેશનની વાત કરીએ તો ચેરોકી એસઆરટીમાં 6.4 લીટર HEMI એન્જિન હશે. જે 475 BHP પાવર તથા 644 NMનો ટોર્ક જનરેટ કરશે. આ ઓલ વ્હીલ ડ્રાઇવ ગાડી હશે. જેમાં 8 સ્પીડ ઓટોમેટિક ગિયર આપવામાં આવશે. 0થી100 કિલોમીટર પ્રતિ કલાકની સ્પિડ માત્ર 5 સેકન્ડમાં સ્પિડ મેળવી લેશે. આ ગાડી BMW x5m અને પોર્શની કેમનને સીધી ટક્કર આપશે. જો કે હાલ પ્રતિસ્પર્ધાનાં વાતાવરણને જોતા જીપ દ્વારા આ ગાડીની કિંમત ઉપરોક્ત બંન્ને ગાડીઓ કરતા ઓછી રાખવામાં આવશે.

રેંગ્લરની વાત કરીએ તો તેને પેટ્રોલ તથા ડિઝલ બંન્ને એન્જિનમાં ઉતારવામાં આવશે. તેનાં પેટ્રોલ વેરિયન્ટમાં 3.6 લીટરનું V-6 એન્જિન આપવામાં આવ્યું છે. જે 285 HPનો પાવર તથા 352 MNનો ટોર્ક જનરેટ કરશે. ડીઝલ વેરિયન્ટમાં 2.8 લીટરનું ટર્બો એન્જિન છે, જે 197 HPનો પાવર અને 451 MNનો ટોર્ક જનરેટ કરશે.

You might also like