ધાનેરામાં ખુલ્લી ગટરમાં બોલેરો ખાબકી, ડ્રાઈવરને સ્થાનિકોએ બચાવ્યો

સાબરકાંઠા જિલ્લાના ધાનેરામાં ખુલ્લી ગટરમાં પડી જવાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. એવામાં ગઈ કાલે મોડી રાત્રે ધાનેરા નેવાના ત્રણ રસ્તા પાસે એક બોલેરો ગાડી ખુલ્લી ગટરમાં ખાબકતાં ચાલકનો જીવ પડીકે બંધાયો હતો.

જો કે, સ્થાનિક લોકોએ તાત્કાલિક ગાડી ચાલકને બહાર કાઢતાં ચાલકનો બચાવ થયો હતો. ઉલ્લેખનીય છે કે, ધાનેરામાં ખુલ્લી ગટરોના કારણે અવારનવાર સર્જાતી હોનારત અંગે તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું છે પરંતુ હજુ સુધી કોઈ પગલાં ભરાયા નથી.

ધાનેરામાં જાહેર રસ્તા ઉપર ખુલ્લી ગટરને લઈ લોકોને અવાર નવાર નુકશાન વેઠવાનો વારો આવે છે. આ ખુલ્લી ગટરના કારણે કેટલાય અબોલ પશુપ્રાણીઓએ પણ પોતાનો જીવ ગુમાવ્યો છે.

જો કે આ ખુલ્લી ગટર તરફ તંત્રે કોઈ પગલાં નહીં લેતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. શનિવારે મોડી રાત્રે મોડી રાત્રે ધાનેરા નેનાવા ત્રણ રસ્તા પાસે એક બોલેરોનો ચાલાક રાજસ્થાન તરફ જઈ રહ્યો હતો તે સમયે અચાનક ગાડી ગટરમાં ખાબકી જતા ગાડીમા બેઠેલા લોકોને તાત્કાલિક બહાર કાઢી દેતા ભારે હોનારત સર્જાઈ હતી.

You might also like