જીપ અને કાર વચ્ચે ગોઝારો અકસ્માતઃ બે સગાભાઈનાં મોત, ચાર ગંભીર

અમદાવાદ: રાજકોટ-મોરબી હાઈવે પર મિતાણા પાસે જીપ અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બે સગાભાઈનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત થયાં હતાં, જ્યારે અા પરિવારની ચાર વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતાં તમામને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં અાવ્યા છે.

અા અંગેની વિગત એવી છે કે રાજકોટમાં જામનગર રોડ પર અાવેલ વોહરા સોસાયટીમાં રહેતા િકશોરભાઈ લાલજીભાઈ ધામેચા પોતાના પરિવારના છ સભ્ય સાથે દિવાળીની રજાઓ માણવા રાજસ્થાન તરફ ફરવા ગયા હતા. રાજસ્થાનથી પરિવારના સભ્યો પોતાની કારમાં રાજકોટ પરત ફરી રહ્યા હતા ત્યારે વહેલી સવારે મોરબી-રાજકોટ રોડ પર મિતાણા નજીક સામેથી અાવી રહેલી જીપ સાથે કાર જોરદાર ધડાકા સાથે અથડાતાં દીપકભાઈ લાલજીભાઈ ધામેચા અને તેના ભાઈ ભરતભાઈ ધામેચાનું ગંભીર ઈજા થવાથી ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે તેમના પત્ની નંદાબહેન પુત્ર અને પુત્રીને ગંભીર ઈજાઓ પહોંચતાં રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં અાવ્યા છે.

મળતી માહિતી પ્રમાણે કિશોરભાઈના ભાઈ દીપકભાઈ અાર્મીમાં જમ્મુ ખાતે ફરજ બજાવતા હતા. જમ્મુથી રજા ગાળવા રાજકોટ અાવ્યા હતા, જેનું અા અકસ્માતમાં મોત થયું હતું.

You might also like