જીપ અને બાઈક વચ્ચે અકસ્માત બાદ બંને વાહનો કેનાલમાં ખાબક્યાં

અમદાવાદ: પંચમહાલના ગરબાડા નજીક જીપ અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયા બાદ બંને વાહનો બાજુમાંથી પસાર થતી કેનાલમાં ખાબકતા એક વ્યક્તિનું મોત થયું હતું જ્યારે છ જેટલી વ્યક્તિને ઈજાઓ પહોચી હતી.

મળતી માહિતી પ્રમાણે અા અંગેની વિગત એવી છે કે પંચમહાલમાં ગરબાડા અને સહાડા ગામ વચ્ચે દોડતી પેસેન્જર જીપ અને સામેથી અાવી રહેલા બાઈક વચ્ચે જોરદાર ધડાકા સાથે અકસ્માત થયો હતો. અકસ્માત બાદ અા બંને વાહનો બાજુમાંથી પસાર થતી કેનાલમાં ખાબક્યા હતા. જીપ કેનાલમાં ખાબકતા જીપમાં બેઠેલા મુસાફરોએ રડારોળ કરી મૂકતાં વાતાવરણમાં ગમગીની છવાઈ હતી.

અા અકસ્માતમાં બાઈકચાલક મૂકેશ નામના યુવાનનું માથાના ભાગે ગંભીર ઈજા થવાના કારણે ઘટનાસ્થળે મોત થયું હતું જ્યારે જીપમાં બેઠેલ છ જેટલા મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં અાવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ અાજુબાજુના લોકોએ તાત્કાલિક પહોંચી જઈ બચાઉ કામગીરી શરૂ કરી ભારે જહેમત બાદ બંને વાહનોને કેનાલમાંથી બહાર કાઢ્યાં હતાં. પોલીસે અા અંગે અકસ્માતનો ગુનો દાખલ કરી અાગળની કાર્યવાહી હાથ ધરી છે.

http://sambhaavnews.com/

You might also like