જેડીયૂ નેતા શરદ યાદવે આપ્યું વિવાદીત નિવેદન

કાનપુર: જનતા દળ યૂનાઇટેડ નેતા શરદ યાદવ મોદી સરકારને ઘેરવાના ચક્કરમાં પોતે નિશાના પર આવી ગયા છે. તેઓ બેરોજગારી પર બોલ્યા કે રસ્તા પર વધતી કાવડીઓની સંખ્યા દેશમાં વધતી બેરોજગારીનું સારું ઉદાહરણ છે.

શરદ યાદવે કહ્યું કે જો રોજગાર હોય તો કાવડીઓની આટલી બદી સંખ્યા રસ્તા પર ના હોય. હકીકતમાં, સરદ યાદવે કાનપુરમાં મોદી સરકાર પર પ્રહારો કરતાં કહ્યું કે નોકરી આપવાના વચનો આપી ભાજપ કેન્દ્રમાં આવી, પરંતુ તે આ વાયદાઓ પૂરા કરી શક્યા નહીં. તેની મિસાલ છે હાલમાં સડકો પર જોવા મળતી લાખો કાવડીઓ. પોતાના નિવેદનમાં શરદ યાદવે કાવડીઓને બેરોજગારીનો નિશાન બતાવી દીધો છે.

શરદ યાદવના આ નિવેદનથી શિવ ભક્તો સાથે ધર્મગુરુ પણ નારાજ છે. સુમેરૂ પીઠાઘીશ્વર સ્વામી નરેન્દ્ર નંદ, અખાડા પરિષદના નરેન્દ્ર ગિરી અને આત્માનંદ, બ્રહ્મચારી, હિંદૂ મહાસભાના સ્વામી ચક્રપાણીએ આ નિવેદન પર વિરોધ દાખલ કર્યો છે. ઉત્તર ભારતમાં શ્રાવણ મહિનામાં શિવ ભક્ત જલાભિષેક માટે નિકળે છે. વર્ષોથી આ પરંપરા ચાલતી આવે છે. એમાં દરેત તબક્કના ભક્ત હોય છે. એવામાં ભક્તોને બેરોજગાર કહીને શરદ યાદવ ખરાબ રીતે ઘેરાઇ ગયા છે.

You might also like