JDU સાંસદે સ્મૃતિ ઇરાની વિશે કહી ‘ગંદી બાત’, ભડક્યું ભાજપ

નવી દિલ્હી: જનતા દળ યૂનાઇટેડ (JDU)ના રાજ્યસભાના સાંસદ અને નેતા અલી અનવરે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીને લઇને વિવાદિત નિવેદન આપ્યું છે. એક સમાચાર ચેનલ સાથે વાતચીત દરમિયાન અનવરે કહ્યું કે સ્મૃતિ ઇરાનીને ખરાબ વિભાગ મળ્યો નથી, તેમણે તન ઢાંકવાનો વિભાગ મળ્યો છે.

અલી અનવરે આ નિવેદન સ્મૃતિ ઇરાનીના વિભાગને બદલવાને લઇને કર્યું છે. તાજેતરમાં કેબિનેટમાં થયેલા ફેરબદલમાં સ્મૃતિ ઇરાની પાસેથી એચઆરડી મંત્રાલય પરત લઇને તેમને કાપડ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે.

તેના પર ભાજપના નેતા સિદ્ધાર્થ નાથનું કહેવું છે કે આ સ્મૃતિ ઇરાની માટે કરવામાં આવેલી ભદ્દી કોમેન્ટ છે. નીતીશ કુમારના મનમાં મહિલાઓ પ્રત્યે જરા પણ સમ્માન છે તો અલી અલી અનવરને હટાવે.

આ પહેલાં આમ આદમી પાર્ટીના નેતા કુમાર વિશ્વાસે પણ આ નિવેદનને અલી અનવરનું નામ લીધા વિના અસભ્ય-અશાલીન તથા નંદનીય ગણાવ્યું હતું.

You might also like