કર્ણાટકમાં JDS-કોંગ્રેસ વચ્ચે મંત્રીપદના થયા ભાગલા, આ ફોર્મુલા તૈયાર કરાઈ

કર્ણાટકમાં કુમારસ્વામી સરકાર માટે ફોર્મ્યુલા તૈયાર થઈ ગઈ છે. કોંગ્રેસના 20 અને JDSના 13 મંત્રીએ હશે. શપથ ગ્રહણ સમારોહ બુધવારના રોજ યોજાશે.

અચાનક શનિવાર મોડી રાત્રે કોંગ્રેસ અને JDS વચ્ચે સરકાર બનાવવા માટે બેઠક કરી હતી. જેમાં 20-13નું ફોર્મ્યુલા જાહેર કરવામાં આવ્યું છે. સંમેલનની દ્રષ્ટિએ કોંગ્રેસના 20 મંત્રીઓ હશે, જ્યારે JDSના 13 ધારાસભ્યો મંત્રી બનશે.

કોંગ્રેસ-JDS વચ્ચેની બેઠકમાં તમામ મંત્રાલયોના ભાગલા પાડવાની ચર્ચા કરી હતી. કુમારસ્વામી મુખ્યમંત્રી ઉપરાંત નાણા મંત્રાલય પણ સંભાળશે. કોંગ્રેસના જી પરમેશ્વરને ઉપ-મુખ્યમંત્રી બનાવી શકે છે. બાકીના મંત્રાલયો પર નામ નક્કી કરવા માટે કોંગ્રેસ અને JDSના નેતાઓ વચ્ચે આજે પણ બેઠક થઇ શકે છે.

ધ્યાન આપવું જોઈએ કે કર્ણાટકમાં હવે JDS-કોંગ્રેસની સરકાર બની રહી છે. આ ગઠબંધનને રાજ્યપાલ વજુભાઈએ સરકાર બનાવવા માટે આમંત્રિત કર્યા છે. હવે બુધવારે JDSના એચ.ડી. કુમારસ્વામીને રાજ્યના મુખ્યમંત્રીના પદ માટે શપથ લેશે.

તે સમયે કુમારસ્વામીએ પોતાના શપથ ગ્પહણ સમારોહમાં શામેલ થવા માટે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને આમંત્રણ આપવા માટે આજે દિલ્હી જઈ શકે છે. સૌ પ્રથમ શપથ સોમવારે લેવાની વાત કરી હતી પણ પછીથી તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તેથી હવે શપથ ગ્રહણ સમારોહ સોમવારના બદલે હવે બુધવારના થશે.

આ પ્રસંગે તેલંગાનાના રાષ્ટ્ર સમિતિ (TRS) ના પ્રમુખ કે. ચંદ્રશેખર રાવ, ત્રિનામૂલ કોંગ્રેસના નેતા મમતા બન્નેજી, યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી અને કૉંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત અન્ય મહાન નેતાઓ આવે તેવી આશા છે. કુમારસ્વામી બધા પ્રદેશિક નેતાઓને વ્યક્તિગત રીતે સમારંભમાં આવવા માટે ફોન કર્યા છે.

You might also like