જેસીબી વાને પોલીસની કારને ટક્કર મારીઃ ડીસીપી, કોન્સ્ટેબલને ઇજા

અમદાવાદ: શહેરમાં એસપી રિંગ રોડ પર અકસ્માતના બનાવો દિવસે ને દિવસે વધી રહ્યા છે ગઇ કાલે મોડી રાતે એસ.પી.રોડ પર આવેલા દાસ્તાન ફાર્મ પાસે ડીસીપીની કાર અને જેસીબી વચ્ચે અકસ્માત સર્જાયો હતો . અકસ્માતમાં ડીસીપી કોન્સ્ટેબલ ડ્રાઇવરનો આબાદ બચાવ થતા તેમને ફક્ત સામાન્ય ઇજા પહોંચી છે અને જેસીબીના ડ્રાઇવરની નરોડા પોલીસે ધરપકડ કરી છે.

દાસ્તાન ફાર્મ પાસે આવેલ સરદાર પાર્ટી પ્લોટની બાજુમાં રોડ પર ઊભેલા જેસીબીના ચાલકે બેદરકારીથી જેસીબી ટર્ન મારતાં એકાએક રિંગ રોડ પર આવતી ડીસીપીની ઝાયલો કાર સાથે જેસીબી અથડાયું હતું. જેસીબી અથડાતાં ઝાયલો કારના ચાલક મૂકેશભાઇ પટેલે પોતાના સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. જેના કારણે 200 મીટર સુધી કાર ઘસડાતાં ગિરીશ પંડ્યાને સમાન્ય ઇજા પહોંચી હતી અને ડ્રાઇવર મૂકેશભાઇને ગંભીર ઇજા પહોંચતા તેમને 108 ઇમર્જન્સી એમ્બ્યુલન્સ મારફતે અપોલો હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યારે જેસીબી ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. પોલીસ તપાસમાં જેસીબી ચાલકનું નામ દિલીપસિંહ ઉમેદસિંહ મકવાણા (રહે સોનરડા ગામ, ગાંધીનગર) હોવાનું ખૂલ્યું હતું. સધન તપાસ બાદ મોડી રાતે નરોડા પોલીસે દિલીપસિંહ મકવાણાની ધરપકડ કરી હતી. અકસ્માતનો ભોગ બનનાર ડીસીપી ગિરીશ પંડ્યાએ જણાવ્યું છે કે જેસીબી અડતાંની સાથે કારની જમણી બાજુનો આખો ભાગ તૂટીને ડેમેજ થઇ ગયો છે.
http://sambhaavnews.com/

You might also like