UAEમાં ઝડપાયેલા જૈશના આતંકી નિસાર અહેમદનું ભારતને પ્રત્યાર્પણ

(એજન્સી) નવી દિલ્હી: રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ)એ યુએઈથી જૈશ-એ-મોહમ્મદના આતંકી નિસાર અહમદની તાંત્રેની ધરપકડ બાદ ભારતને પ્રત્યાર્પણ કરવામાં આવ્યું છે. તેને ૩૧ માર્ચના રોજ ભારત લવાયો હતો. નિસાર ૧ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ યુએઈ ભાગી ગયો હતો. નિસાર ૨૦૧૭માં કાશ્મીરના લેથપોરામાં સીઆરપીએફ કેમ્પ પર થયેલા આતંકી હુમલાનો મુખ્ય આરોપી છે. હુમલામાં પાંચ જવાન શહીદ થયા હતા. આ સમયે ત્રણ હુમલાખોરોને મોતને ઘાટ ઉતારાયા હતા.

નિસાર તાંત્રે જૈશના દક્ષિણ કાશ્મીરના ડિવિઝનલ કમાન્ડર નૂર તાંત્રેનો ભાઈ છે. એનઆઈએ લેથપોરા હુમલાની તપાસ કરી રહી છે. એનઆઈએ કોર્ટના સ્પેશિયલ જજે નિસાર વિરુદ્ધ એરેસ્ટ વોરન્ટ જારી કર્યું હતું. તેના આધારે તેણે યુએઈ લવાયો છે. એવું માનવામાં આવે છે કે નુર તાંત્રેએ ઘાટીમાં જૈશને પગ જમાવવામાં મદદ કરી હતી. ડિસેમ્બર ૨૦૧૭માં તેણે એક અથડામણમાં ઠાર મરાયો હતો.

લેથપોરા કેસમાં પુલવામામાં અવંતિપુરા નિવાસી ફૈયાઝ અહમદ મેગ્રેની ફેબ્રુઆરીમાં ધરપકડ કરાઈ હતી. હુમલામાં જે ત્રણ આતંકીઓ મોતને ઘાટ ઉતારાયા હતા. તેમની ઓળખ ત્રાલ નિવાસી ફરદિન અહમદ ખાંડે, પુલવામાંના દ્રુબગ્રામમાં રહેનાર મંજુરબાબા અને પાકિસ્તાની આતંકવાદી અબ્દુલ શકુર તરીકે થઈ હતી.

શકુર પીઓકેના રાવલકોટનો રહેવાસી હતો. ફૈયાઝ જૈશનો સક્રિય સભ્ય હતો. તેણે જ હુમલામાં સામેલ આતંકીઓને છુપાવવાનો ઠેકાણું, હથિયાર અને ગુપ્ત જાણકારીઓ આપી હતી. વિતેલાં વર્ષોમાં યુએઈ ઘણા ભાગેડુઓને ભારતને સોંપી ચૂક્યો છે. યુએઈ અગસ્તા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર ખરીદીમાં કૌભાંડના આરોપી ક્રિશ્ચિયન મિસેઈલ, દલાલ દીપક તલવાર ઉપરાંત આઈએસઆઈએસના સમર્થકો, ઈન્ડિયન મુઝાહિદ્દિનના આતંકી અબ્દુલ વાહિદ સિદ્દીબાપા અને ૧૯૯૩ મુંબઈ બ્લાસ્ટના આરોપી ફારુક ટકલા જેવા આતંકીઓને ભારતને સોંપી ચૂક્યું છે.

You might also like