ડો. જયેશ પટેલને તપાસ માટે પારુલ યુનિ.માં લઈ જવાયો

અમદાવાદ: વડોદરાની પારુલ યુનિ.માં નર્સિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચરવાના કેસમાં ધરપકડ કરાયેલા પારુલ યુનિ.ના પૂર્વ સંચાલક ડો. જયેશ પટેલ હાલ રિમાન્ડ પર છે. પોલીસે આજે વહેલી સવારે આરોપી જયેશ પટેલને સાથે રાખી પારુલ યુનિવર્સિટીમાં તપાસ શરૂ કરી હતી.

ઘટનાનું પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. પોલીસ દ્વારા ડો. જયેશ પટેલની સુરક્ષાને લઇ ચિંતા હોઇ વહેલી સવારે રિકન્સ્ટ્રક્શન કરાયું હતું. લોકોમાં પૂર્વ સંચાલક સામે વિરોધ હોઇ તેને કોઇ નુકસાન થાય તેને ધ્યાનમાં રાખી પોલીસ દ્વારા આજે વરમાણિયા પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવ્યો છે. હાલ આરોપી રિમાન્ડ પર હોઇ તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે પારુલ યુનિવર્સિટીની એક પૂર્વ વિદ્યાર્થિની સાથે પણ તે બીભત્સ વર્તન અને ચેનચાળા કરતો હતો. પોતાની ચેમ્બરમાં બોલાવી અને તેઓ સાથે ગંદી હરકતો કરતો હતો. જયેશ
પટેલ વિદ્યાર્થિનીઓને ફોટા સાથે ગંદી હરકતો કરી બીભત્સ વર્તન કરતો હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. હોસ્ટેલની રેક્ટર ભાવના ચૌહાણને સાથે રાખી અને બંનેની ઊલટ તપાસ કરવામાં આવશે.

You might also like