ડો.જયેશ પટેલનો આજે વડોદરામાં મેડિકલ ટેસ્ટ કરાશે

અમદાવાદ: વડોદરા પારુલ યુનિવર્સિટીના પૂર્વ સંચાલક ડો.જયેશ પટેલની દુષ્કર્મના કેસમાં ધરપકડ બાદ ગઇ કાલે તેને વાઘોડિયા આરોગ્ય કેન્દ્ર ખાતે મેડિકલ ટેસ્ટ માટે લઇ જવાયો હતો પરંતુ તેણે મેડિકલ ટેસ્ટમાં કોઇપણ સહકાર આપ્યો નથી. ત્રણ કલાક સુધી ટેસ્ટ માટે પ્રયત્ન છતાં સહકાર ન આપતાં આજે ફરી તેનો વડોદરા ખાતે મેડિકલ ટેસ્ટ કરાશે. વડોદરા ગ્રામ્ય એસ.પી. સૌરભ તોલંબિયાએ જણાવ્યું હતું કે આરોપી જયેશ પટેલને ૩૦ જૂન સુધીનાં રિમાન્ડ મેળવવામાં આવ્યા છે.

ગઇ કાલે મેડિકલ ટેસ્ટમાં તેણે સહકાર ન આપતાં આજે તેને વડોદરા ખાતે મેડિકલ ટેસ્ટ માટે ફરી લઇ જવામાં આવશે અને જરૂર પડશે તેનો વાઇસ સ્પેક્ટ્રોગ્રાફી ટેસ્ટ પણ કરવામાં આવશે. રિમાન્ડ દરમિયાન પોલીસ તે આ દુષ્કર્મ કર્યા બાદ કઇ કઇ જગ્યાએ એકલાે હતાે તથા કેમ વિદ્યાર્થિનીને રાત્રે બોલાવવાની ફરજ પડી તે તથા અન્ય પુરાવાઓ એકત્રિત કરવામાં આવશે.

You might also like