જયદેવ ઉનડકટની હેટ્રિક, હૈદરાબાદને હરાવી પૂણે TOP-2માં પહોંચ્યુ

IPL-10: ઝડપી બોલર જયદેવ ઉનડકટે હેટ્રિક કરી. જોકે રાઇઝિંગ પુણે સુપરજાયંટે સનરાઇઝર્સ હૈદરાબાદને તેના હોમગ્રાઉન્ડમાં જ 12 રનથી હરાવ્યું હતું. ઉનડકટે 4 ઓવરમાં એક મેડન સાથે 30 રન આપી 5 વિકેટ ઝડપી પાડી હતી.

છેલ્લી ઓવરમાં હૈદરાબાદને જીતવા માટે 13 રનની જરૂર હતી, પરંતુ નિર્ણાયક ઓવરમાં એખ પણ રન ના બન્યો અને 3 વિકેટ ગુમાવી હતી. હૈદરાબાદની ટીમ 20 ઓવરમાં 136/9 રન જ બનાવી શક્યા હતા.

પૂણેએ 12 રનથી મેચ જીતી લીધી હતી. આ જીત સાથે જ પૂણેની ટીમ 16 અંક સાથે બીજા સ્થાને પહોંચી ગઇ છે. જ્યારે હૈદરાબાદ 12 મેચમાં 13 અંક સાથે ચોથા સ્થાન પર છે.

You might also like