પોન્ટિંગને સ્થાને માહેલા જયવર્ધને મુંબઈ ઇન્ડિયન્સનો હેડ કોચ

મુંબઈઃ શ્રીલંકન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન માહેલા જયવર્ધનેની રિકી પોન્ટિંગને સ્થાને મુંબઈ ઇન્ડિયન્સના હેડ કોચ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. મુંબઈ ઇન્ડિયન્સ સાથે પોન્ટિંગનો કરાર પૂરો થવામાં છે. પોન્ટિંગ પાછલી બે સિઝનથી મુંબઈ ઇન્ડિયન્સનો હેડ કોચ હતો. આ અંગે મુંબઈ ઇન્ડિયન્સનાં માલિક નીતા અંબાણીએ કહ્યું કે મોડર્ન ક્રિકેટમાં માહેલા એક મોટું નામ છે, સાથે જ તે મુંબઈ ઇન્ડિયન્સ ટીમ માટે આદર્શ રોલ મોડલ છે. મને આશા છે કે દુનિયાભરના મુંબઈ ઇન્ડિયન્સના ફેન્સ અમારા આ પરિવારમાં માહેલાનું સ્વાગત કરશે.

જયવર્ધને પાસે ક્રિકેટના સૌથી નાના ફોર્મેટ ટી ૨૦માં રમવાનો લાંબો અનુભવ છે. શ્રીલંકાએ જ્યારે વર્ષ ૨૦૧૪માં ટી ૨૦ વર્લ્ડકપ જીત્યો હતો ત્યારે માહેલા ટીમનો િહસ્સો હતો. એ ઉપરાંત વર્ષ ૨૦૦૭માં જ્યારે શ્રીલંકાની ટીમ આઇસીસી ક્રિકેટ વર્લ્ડની ફાઇનલમાં પહોંચી હતી ત્યારે પણ તે ટીમનો હિસ્સો હતો. મુંબઈ ઇન્ડિયન્સના કોચ બનાવાયા બાદ જયવર્ધનેએ કહ્યું, ”હું મારી આ જવાબદારીથી ઘણો રોમાંચિત છું. સાથે જ મને એ વાતની પણ ખુશી છે કે મુંબઈ ઇન્ડિયન્સ મેનેજમેન્ટે મારાં સૂચનોને મહત્ત્વ આપ્યું છે.

You might also like