જયંતી ભાનુશાળીના હત્યારા ટૂંકમાં ઝડપાય તેવી શક્યતા

અમદાવાદ: રાજ્યભરમાં ચકચાર મચાવી દેનાર ભાજપના નેતા જયંતી ભાનુશાળીની હત્યા કેસમાં સીટને સફળતા મળે તેવી શક્યતાઓ છે. જયંતી ભાનુશાળી પર ફાય‌િરંગ કરનાર શૂટરોને સ્પેશિયલ ઇન્વસ્ટિગેશન ટીમે ઓળખી કાઢ્યા છે. એકાદ-બે દિવસમાં સીટ જયંતી ભાનુશાળીની હત્યાનો પર્દાફાશ કરે તેવી શક્યતાઓ છે.

પવન મૌર્યની જે બેગ લઇને શૂટરો ભાગી ગયા હતા તે સીસીટીવી ફૂટેજ સીટે કબજે કર્યા છે. સીટે હત્યાના બે દિવસ પહેલાંના પણ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા છે, જેમાં કેટલીક મહત્ત્વપૂર્ણ જાણકારી મળી આવી છે.

જયંતીભાઈ ભાનુશાળી સોમવારે રાત્રીના ભૂજ-દાદર ટ્રેનમાં પરત ફરી રહ્યા હતા ત્યારે તેમની કરપીણ હત્યા કરવામાં આવી હતી. ટ્રેન રાત્રીના સામ‌િખયાળી કટા‌િરયા પહોંચી ત્યારે તેના એસી કોચમાં અજાણ્યા ઈસમોએ જયંતી ભાનુશાળી પર પાંચ રાઉન્ડ જેટલા ફાય‌િરંગ કર્યા હતા, જેમાં એક ગોળી છાતીમાં અને એક આંખમાં વાગતાં તેમનું મોત થયું હતું. જયંતી ભાનુશાળી સાથે એસી કોચમાં મુસાફરી કરી રહેલા પવન મૌર્ય નામના વેપારીની પોલીસે પૂછપરછ કરી હતી.

You might also like