પનીર સેલ્લવમની જગ્યાએ શશિકલા બની શકે છે તમિલનાડુના CM?

તમિલનાડુઃ જયલલિતાની નીકટ શશિકલા તમિલનાડુના મુખ્યમંત્રી બની શકે છે. જેના માટે રવિવારે પાર્ટીની એક બેઠક બોલાવામાં આવી છે. જયલલિતાના નિધન બાદ શશિકલાની પાસે સત્તા આવી ગઇ છે. જેને પગલે તમિલનાડુ સરકારમાં પરિવર્તન જોવા મળી રહ્યાં છે. આ પરિવર્તનની કિંમત જયલલિતાના નિકટના લોકોએ સહન કરવી પડી રહી છે. મુખ્યમંત્રી પનીર સેલ્લવમના સલાહકાર અને ચીફ સેક્રેટરી બાલાકૃષ્ણનને નિકાળ્યા પછી આ વાતની પુષ્ટી થઇ છે.

મળતી માહિતી મુજબ શુક્રવારે તમિલનાડુ સરકારના મુખ્ય સચિવ બાલાકૃષ્ણનને તેમના પદ પરથી હટાવવામાં આવ્યાં છે. બાલાકૃષ્ણને જયલલિતાએ 2014માં રિટાયરમેન્ટ બાદ આ પદ પર સ્થાપિત કર્યા હતા. બાલાકૃષ્ણની ગણતરી જયલલિતાના પસંદગીના અધિકારીઓમાં થતી હતી. એઆઇડીએમકે પાર્ટીના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું છે કે જયલલિતાના વિશ્વાસનીય અધિકારીઓને હટાવવાનો નિર્ણય પાર્ટી મહાસચિવ શશિકલા અને તેમના પતિ એમ નજટાજને કર્યો છે. મુખ્યમંત્રી પનીરસેલ્લવમના નીકટના લોકોએ જણાવ્યું છે કે પાર્ટીની એકતાને જાળવી રાખવા માટે અને સત્તાના એકથી વધારે કેન્દ્ર બનાવવાથી બચાવવા માટે શશિકલાના આદેશોનું અધિકારીઓ ચૂપચાપ પાલન કરી રહ્યાં છે.

http://sambhaavnews.com/

You might also like