જાણો જયલલિતાની અભિનેત્રીથી ‘અમ્મા’ સુધીની સફર

જયલલિતા. નામ વિના તમિલનાળુંના રાજકારણ અને તમિલનાળું સિનેમા પૂરું થઈ શકતું નથી. જયલલિતા પહેલેથી જ એક સફળ વકીલ બનાવા ચાહતી હતી. પરંતુ, જીવનની સફ તેમને કોર્ટરૂમથી દૂર કેમેરા સામે લઈ ગઈ, હા ફિલ્મી દુનિયા અને પછી રાજકારણમાં તેમણે ઘણી સિદ્ધી હાંસિલ કરી. તામિળનાડુની મુખ્યમંત્રી જયલલિતાની તબિયત 22 ડિસેમ્બર 2016થી દિવસે દિવસે બગડતી જઈ રહી હતી. અપોલોના ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે તમામ પ્રકારના સંભાવ્ય પ્રયાસો છતાં જયલલિતાની હાલત હજી ગંભીર બની ગઈ છે. આવો જોઈએ તેમના જીવનની શરૂઆતથી લઈને અત્યાર સુધીની સફર

જયલલિતાનું શરૂઆતી સફર
24 ફેબ્રૂઆરી 1948ના જયલલિતા જયરામનો જન્મ કર્નાટકના મૈસૂરમાં એક હિંદુ પરિવારમાં થયો હતો. તેઓ મૈસૂર સ્ટેટના માંડ્યા જિલ્લામાં પાંડવપુરા તાલુકાના મેલુરકોટ ગામમાં જન્મ્યા હતા. તેમના દાદા મૈસૂર રાજ્યમાં એક સર્જન હતા અને તેમના પરિવારના ઘણા લોકોના નામની સાથે ‘જય’ લગાડવામાં આવતું હોત. જ્યારે તે બે વર્ષની હતી ત્યારે તેમના પિતાનું મોત થઈ ગયું. શરૂઆતમાં તેમનું જીવન ઘણું સંઘર્ષમય હતું. પિતાના મૃત્યુ પછી જયલલિતામાં વેદવલ્લીએ તમિળ સિનેમામાં કામ કરવાનું શરૂ કરી દીધું અને પોતાનું નામ બદલીને સંધ્યા રાખી લીધું.

કયા સુપરસ્ટાર્સ સાથે કામ કર્યું
જયલલિતાએ પોતાનો અભ્યાસ નાના-નાની પાસે રહેને પૂર્ણ કર્યો જ્યારે તેઓ બેંગલુરુંના બિશપ કોટન સ્કૂલમાં ભણતા હતા. મમ્મીના કહેવાથી તેમણે 15 વર્ષની ઉંમરથી ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કરી દીધું. આ 15 વર્ષની છોકરી આગળ ચાલીને એક સુપ્રસિદ્ધ તમિળ એક્ટ્રેસ બની. જોકે, એક વિદ્યાર્થી તરીકે તેમને ભણવામાં ઘણો રસ હતો. જયલલિતાએ એમ જી રામચંદ્રન સાથે 28 ફિલ્મોમાં કામ કર્યું. એમજીઆર તમિળ સિનેમાના સુપરસ્ટાર હતા અને ભારતીય રાજકારણના સમ્માનિત નેતાઓમાંના એક હતા.

કેમ ‘અમ્મા’ કહેવાયા
15 વર્ષની ઉંમરથી ફિલ્મોમાં અભિનય શરૂ કરી દીધા પછી, તે તમિળ, તેલુગૂ, કન્નડ ભાષાની ફિલ્મો સિવાય એક હિંદી ફિલ્મ (ઇજ્જત) માં પણ કામ કરી ચૂક્યા છે. 1965થી 1972 ના અરસા દરમિયાન મોટા ભાગની એમજી રામચંદ્રનની ફિલ્મોમાં તેમણે કામ કર્યું છે. જયલલિતા ઓલ ઇન્ડિયા અન્ના દ્વવિડ મુનેત્ર કડગમના મહાસચિવ છે. તેમા સમર્થક તેમને અમ્મા અને પુરાતચી તલાઈવી (પુરાતચી તલાઈવી) કહીને બોલાવે છે.

You might also like