જયલલિતાની બિમારી બની રહસ્યમય, તમિલનાડુને મળી શકે છે નવા સીએમ?

તમિલનાડુઃ તમિલનાડુના મુખ્યમંત્રી જયલલિતાની તબિયતના સુધારા અંગે એવા કોઇ જ સમાચાર પ્રાપ્ત થઇ રહ્યાં નથી. ત્યારે કાર્યકારી મુખ્યમંત્રીના નામ અંગેની ચર્ચાઓએ જોર પકડ્યું છે. રાજ્યના મુખ્ય સચિવ અને બે મંત્રીઓ રાજ્યપાલને આ મામલે મળવા ગયા છે.  રાજ્યભવન તરફથી રજૂ કરવામાં આવેલા નિવેદન પ્રમાણે નાણમંત્રી ઓ. પનીરસેલ્વમ, પીડબલ્યૂડી મંત્રી ઇ. પલાનીસ્વામી અને મુખ્ય સચિવ પી. રામમોહન રાવે રાજ્યપાલ વિદ્યાસાગર રાની મુલાકાત કરી હતી. રાજ્યપાલ સાથેની મુલાકાત દરમ્યાન કાવેરી મુદ્દા પર કેન્દ્ર સરકાર કમિટીના પ્રવાસ અંગેની પણ ચર્ચા થઇ હતી. બંને મંત્રીઓએ રાજ્યપાલને સરકારના કામકાજ અંગે માહિતી આપી છે.

આ સાથે જ ભાજપના નેતા સુબ્રહ્મણયમ સ્વામીએ જયલલિતાના હોસ્પિટલમાં દાખલ કરવાને કારણે સત્તાધિશોમાં અવ્યવસ્થાનો આરોપ લગાવીને રાષ્ટ્રપતિ શાસનની માંગ કરી છે. તેમણે કહ્યું છે કે રાજ્યનો સમગ્ર કારોબાર એક સેનાનિવૃત્ત મુખ્ય સચિવ જોઇ રહ્યાં છે. તો આ તરફ અન્નાદ્રમુક તરફથી કહેવામાં આવ્યું છે કે સીએમની તબિયતમાં સુધારો થઇ રહ્યો છે અને તેમને જલ્દી હોસ્પિટલમાંથી મુક્તિ આપવામાં આવશે. રાજ્યભવન દ્વારા જાહેર કરવામાં આવેલ જાહેરાત પ્રમાણે મુખ્ય સચિવે રાજ્યપાલને તમામ દિવસના પ્રશાસનિક કામકાજની માહિતી આપી છે.

મુખ્યમંત્રી જયલલિતાના ભરોસાપાત્ર અને પ્રદેશના વિત્તમંત્રી પન્નીરસેલ્વમ અને કેબિનેટ મંત્રી અદાપ્પાદીના પલાનીસ્વામીએ પણ રાજભવનમાં રાજ્યપાલ સાથે મુલાકાત લીધી હતી. રાજ્યપાલ પ્રમાણે મુખ્યમંત્રીએ સ્વાસ્થ્ય અંગે માહિતી પ્રાપ્ત કરી લીધી છે.

મળતી માહિતી મુજબ જ્યાં સુધી જયલલિતા હોસ્પિટલમાંથી નથી આવતા ત્યાં સુધી સરકારના કામકાજ જોવા માટે રાજ્યમાં ઉપમુખ્યમંત્રીની નિયુક્તિ કરવામાં આવશે. અન્નાદ્રમુકમાં ઓ. પનીરસેલ્વમ, પાનરૂતિ રામચંદ્રન, એમ.થમ્બીદુરઇ, ઇડાપડ્ડી પલાનીસ્વામી, મા કોઇ પાંડિયારાજન આ પાંચ નામોની વચ્ચે વિચાર મંથન ચાલી રહ્યું છે. જેમાંથી કોઇ એક કાર્યકારી મુખ્યમંત્રી બનાવવામાં આવશે.

You might also like