જયલલિતા નહોતા ઇચ્છતા સારવાર સમયની તેમની તસ્વીર સામે આવે : એપોલો

ચેન્નાઇ : જે.જયલલિતાની તબિયત મુદ્દે એપોલો હોસ્પિટલે મદ્રાસ હાઇકોર્ટમાં ગુરૂવારે સનસનીખેજ માહિતી આપી હતી. હોસ્પિટલે શપથ પત્રમાં કહ્યું કે જયલલિતા સારવાર સમયે પોતાનો ફોટો પ્રકાશિત થાય તેવું નહોતા ઇચ્છતા.

22 સપ્ટેમ્બરે જ્યારે તેને તાવ અને પાણી ઘટીજવાનાં કારણે ભર્તી કરાવાયા હતા તે સમયે પણ તેમને અન્ય બિમારી હતી. એક મહત્વપુર્ણ ખુલાસામાં કહેવાયું કે 5 સપ્ટેમ્બરે જયલલિતાનું સ્વાભાવિક જીવન સમાપિતી અંગેનો ડોક્ટર નિર્ણ કેન્દ્ર સરકાર દ્વારા પ્રતિનિયુક્ત એમ્સનાં ડોક્ટર્સ દ્વારા કર્યા હતા.

પી.એ જોસેફની જનહિત અરજી અંગે ગુરૂવારે એપોલો હોસ્પિટલ દ્વારા દાખલ વ્યાપક શપથ પત્રમાં ઉપરોક્ત માહિતી આપી હતી. અરજીએ જયલલિતાનાં નિધનની તપાસ કરાવવા માટે ત્રણ સેવાનિવૃત જજોની કમિતીની રચના કરવાનાં નિર્દેશ બહાર પાડવાની માંગ કરી હતી.

You might also like