એમ્સનો રિપોર્ટ, હાર્ટ એટેક પહેલાં જયલલિતા હતા ભાનમાં

728_90

ચેન્નઇઃ રિપોર્ટ પ્રમાણે હૃદય રોગના હુમલાના એક દિવસ પહેલાં જયલલિતા સંપૂર્ણ પણે ભાનમાં હતા. હૃદય રોગનો હુમલો થયો ત્યાર બાદ તેમની પરિસ્થિતી લથડી હતી. ત્યાર બાદ તેમનું નિધન થયું હતું. જયલલિતાની સારવાર સાથે જોડાયેલી એક રિપોર્ટ સોમવારે સાર્વજનિક કરવામાં આવી હતી. ચેન્નઇની એપોલો હોસ્પિટલમાં ત્રણ ડિસેમ્બરની સેવાઓ પર આવામાં આવેલી રિપોર્ટમાં ડોક્ટર જીસી ખિલનાની અને અન્ય ડોક્ટરોએ કહ્યું છે કે તેઓ સંપૂર્ણ  ભાનમાં હતા. તેઓ ખુરશી પર 20 મિનીટ સુધી બેસી શકતા હતા. પરંતુ ઉભા રહી શકતા ન હતા. તેમની માસપેશીઓમાં નબાઇ હતી. રાજ્ય સરકાર તરફથી એપોલોના ડોક્ટરની રિપોર્ટ સાર્વજનીક કરવામાં આવી હતી.

એમ્સ ટીમ પ્રમાણે જયલલિતાને ફિઝિયોથેરાપી કરવાની સલાહ આપવામાં આવી હતી. પરંતુ તેમના પોલીન્યૂરોપેથીની ગંભીર બિમારીના ઇતિહાસને જોતા તેમને સંપૂર્ણ સાજા થતા થોડા સપ્તાહથી લઇને મહિનાનો સમય લાગી શકે તેમ હતો. ટીમ તે જ દિવસે દિલ્હી પરત ચાલી ગઇ અને પાંચ ડિસેમ્બરે ચેન્નઇ પરત આવી. ઇમ્સની ટીમ પહોંચી ત્યારે તેમને જણાવવામાં આવ્યું કે 4 ડિસેમ્બરે સાંજે ચાર વાગે જયલલિતાને હૃદય રોગનો હુમલો થયો હતો. તેમને 45 મિનિટ સુધી ભાનમાં લાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. તેમની છાતીમાં માલિશ કરવામાં આવી હતી. ત્યાર બાદ તેમને ઇસીએમઓ અને બહારથી લાગનાર પેસમેકર પર રાખવામાં આવ્યા હતા.  રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે, તેમના શરીરનું તાપમાન હંમેશા સામાન્યથી ઓછું રહેતું હતું તેમનું સતત ડેમોડાયલિસિસ થતું હતું.

ન્યુરોલોજીસ્ટે જણાવ્યું હતું કે તમમા પ્રયાસો પર કોઇ જ અસર થતી ન હતી. શરીરનું તાપમાન ઓછું હોવાને કારણે સ્થિતીનો ખ્યાલ આવતો ન હતો. તાપમાન સામાન્ય થયા બાદ 10 વાગે સ્થિતિ જાણવાનો પ્રયાસ કરયો. બ્લડપ્રેશર ઝડપથી ઓછું થઇ રહ્યું હતું. ઇસીએમ લગાવ્યું તો ખબર પડી કે હૃદય બંધ પડી ગયું છે. પેસમેકર લગાવીને ઇસીજી લેવામાં આવ્યું તો તેમાં સીધી લાઇન આવી રહી હતી. કોઇ ન્યુરોલોજિકલ સુધારો ન દેખાતા એમ્સની ટીમે પરિજનો અને એપોલોની ટીમને જણાવ્યું હતું. પાંચ ડિસેમ્બરે જયલલિતાનું નિધન થયું હતું.

http://sambhaavnews.com/

You might also like
728_90