૩૪મા વર્ષે રાજકારણમાં પ્રવેશનારાં જયલલિતા છ વખત CM બન્યાં હતાં

ચેન્નઈઃ તામિલનાડુનાં મુખ્યપ્રધાન જયલલિતાનું ગઈ કાલે મોડી રાતે નિધન થયા બાદ સમગ્ર રાજ્ય સહિત દેશભરમાં ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ છે ત્યારે 68 વર્ષની વયે જેમનું નિધન થયું છે તેવાં જયલલિતા તેમની લોકચાહનાના કારણે છ વખત તામિલનાડુનાં મુખ્યપ્રધાન તરીકે ચૂંટાયાં હતાં તેમજ તેમણે એમજીઆરના કહેવાથી 34 વર્ષની વયે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. આ ઉપરાંત 13 વર્ષની વયે જ ફિલ્મમાં પ્રવેશીને હિન્દી તથા તામિલ સહિત અન્ય ભાષાની 140 જેટલી ફિલ્મમાં કામ કર્યું હતું.

‘અમ્મા જર્ની ફ્રોમ મૂવી સ્ટાર ટુ પો‌િલટિકલ ક્વીન’ લખનારી વાસંતીના જણાવ્યા અનુસાર એમજી રામચંદ્રનને જયલલિતા પ્રત્યે શરૂઆતથી જ કૂણી લાગણી હતી. એક વાર રણમાં શૂટિંગ ચાલતું હતું ત્યારે જયલલિતા રેતી પર ચાલી શકતાં ન હતાં ત્યારે એમજીઆરએ તેમને ઊંચકી લીધાં હતાં, જોકે એમજીઆરનો પરિવાર જયલલિતાને નફરત કરતાે હતો. 1987માં જ્યારે એમજીઆરનું મોત થયું હતું ત્યારે જયલલિતાને એમજીઆરનાં પરિવારજનોએ તેમના ઘરમાં ઘૂસવા દીધાં ન હતાં. આ ઉપરાંત એમજીઆરની અંતિમયાત્રા વખતે એમજીઆરની પત્નીના ભત્રીજાએ તેમના પર હુમલો કર્યો હતો અને તેથી તેઓ અંતિમયાત્રામાં જોડાઈ શક્યાં ન હતાં. જયલલિતાએ 13 વર્ષની વયે જ ફિલ્મમાં બાળકલાકાર તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું.

તેમની પહેલી ફિલ્મ અંગ્રેજીમાં બનેલી ‘ધ એપિસલ’ હતી. તેઓ બે વર્ષનાં હતાં ત્યારે જ તેમના પિતાનું મોત થયું હતું. તેથી તેઓ તેમનાં માસી અને દાદા-દાદી પાસે બેંગલુરુમાં રહીને અભ્યાસ કરતાં હતાં. માસીનાં લગ્ન બાદ તેઓ ફરી તેમની માતા પાસે રહેવા ગયાં હતાં. તેઓ ભણવામાં હોશિયાર હોવા છતાં તેમની માતાએ તેમને ફિલ્મમાં કામ કરાવવાનું પસંદ કર્યું હતું.

http://sambhaavnews.com/

You might also like