આજે જયલલિતાની જન્મજયંતિ, નવી પાર્ટી લોન્ચ કરશે ભત્રીજી દીપા જયકુમાર

ચેન્નાઇ: અન્નાદ્રમુખના મુખ્યાલયમાં શુક્રવારે જયલલિતાની જયંતિ નિમિતે શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી. સ્વર્ગિય પૂર્વ મુખ્યમંત્રીને પલાનીસ્વામીએ ફૂલ અર્પિત કર્યા હતાં. ફઇના પગલે ચાલનવાની તમન્ના સાથે એમની ભત્રીજી દીપા જયાકુમાર આજે નવી પાર્ટીની શરૂઆત કરશે.

આશાઓની વિરુદ્ધ, સ્વર્ગિય મુખ્યમંત્રી જયલલિતાની ભત્રીજી જીપા જયાકુમારે પન્નીરસેલ્વમ સાથે હાથ ના મિલાવવાનો નિર્ણ લીધો છે અને પોતાના ફઇની જયંતિના પ્રસંગે નવી પાર્ટી લોન્ચ કરવાનો નિર્ણય લીધો છે. આજે સાંજે એ પોતાની પાર્ટીનું નામ અને પાર્ટીના ઝંડાનું અનાવરણ કરશે.

જયંતિ નિમિતે પૂર્વ મુખ્યમંત્રી પન્નીરસેલ્વમ સ્વર્ગિય જયલલિતાના વિધાનસભા વિસ્તાર આર કે નગરમાં મુસાકાત લેષે અને રિક્શા, સાડી વગેરે ચીજવસ્તુઓનું વિતરણ કરશે. સૂત્રોનું માનીએ તો આ પ્રસંગે પન્નીરસેલ્વમ પણ આજે મોટી જાહેરાત કરી શકે છે.

જયલલિતાના ભાઇની પુત્રી 42 વર્ષની દીપા જયાકુમારનું નામ હાલમાં જ ચર્ચામાં આવ્યું જ્યારે એને જયલલિતાને હોસ્પિટલમાં મળવા માટે રોકવામાં આવી. દીપાએ પત્રકારનું ભણેલી છે. એનું કહેવું છે કે એ એની ફઇ જયલલિતાના પગલાં પર ચાલવા ઇચ્છે છે.

You might also like