અૈશ્વર્યાનાં ઇન્ટિમેટ સીન પર ભડકેલી જયાઅે કહ્યું, શરમ તો રહી નથી!

મુંબઈ: જયા બચ્ચને અાજકાલની ફિલ્મ પર નિશાન સાધ્યું છે. તેમનું કહેવું છે કે એક સમય હતો જ્યારે ફિલ્મ ડિરેક્ટર માત્ર અાર્ટ બનાવતા હતા. અાજે માત્ર બિઝનેસ જોવામાં અાવે છે. અા વાત જયાઅે મામી ફિલ્મ ફેસ્ટિવલના એક ફેશન દરમિયાન કહી. તાજેતરમાં જયા બચ્ચનને વહુ અૈશ્વર્યા રાય બચ્ચને ફિલ્મ અય દિલ હૈ મુશ્કિલમાં અત્યંત બોલ્ડ સીન અાપ્યાં છે. પોતાની વહુ પર અપ્રત્યક્ષ રીતે નિશાન સાધતાં જયાઅે કહ્યું કે અાજકાલની ફિલ્મમાં શરમ નામની કોઈ વસ્તુ રહી નથી.

જયાઅે કહ્યું કે હવે માત્ર બોક્સ અોફિસ કલેક્શન, ૧૦૦ કરોડની ફિલ્મ, ફસ્ટ વીક અેન્ડ કલેક્શન અંગે જ વાત કરવામાં અાવે છે. અા બધું મારી સમજ બહારનું છે. સાથે સાથે જયાઅે અે સવાલ પણ કર્યો છે કે અાજના સમયમાં કેટલા ચહેરા છે જે દેશનું પ્રતિનિધિત્વ કરે છે. અાજની ફિલ્મમાં પશ્ચિમી સભ્યતાનો પ્રભાવ વધી રહ્યો છે. મને ખબર પડતી નથી કે અાવું કેમ બની રહ્યું છે. બની શકે તે અમીર દેશ છે અને તેને બધુ વિકસિત માનવામાં અાવે છે પરંતુ ભારતીય વધુ પ્રગતિશીલ છે.

જયા બચ્ચને કહ્યું કે જ્યારે તે અાજના સિનેમાને જુઅે છે તો પરેશાન થઈ જાય છે. મન થાય છે કે કોઈ શાંત જગ્યાઅે જતી રહું. તેને કહ્યું કે પહેલાં ખલનાયિકા અને નાયિકાને બતાવાતી હતી પરંતુ અાજના સમયમાં ખલનાયિકાની જરૂર નથી. હીરોઈન અે બધું કરી લે છે જે ખલનાયિકા કરતી હતી. હીરોઈનો નાનાં કપડાં પહેરીને અાઈટમ સોંગ કરે છે અને નાચે છે. બોલિવૂડે પૈસા સાથે લગ્ન કરી લીધાં છે.

You might also like