કરોડોના દેવામાં ડૂબેલા છે જયા-અમિતાભ, દેશ-વિદેશની બેંકોમાં છે ખાતાં

જયા બચ્ચને શુક્રવારે સમાજવાદી પાર્ટીના રાજ્યસભા ઉમેદવાર તરીકે પોતાનું નામાંકનપત્ર દાખલ કર્યું હતું. તેમણે ચોથી વાર સપા તરફથી નામાંકન પત્ર દાખલ કર્યું છે. ઉપરાંત ચૂંટણી આયોગમાં આપવામાં આવેલા શપથપત્રમાં જયા બચ્ચને પોતાની સંપતિનો પણ ખુલાસો કર્યો છે.

શપથપત્રના દસ્તાવેજો પ્રમાણે જયા અને અમિતાભ પાસે કુલ 10.01 અરબ રૂપિયાની સ્થાયી અને અસ્થાયી મિલકત છે. જો કે રિપોર્ટ પ્રમાણે તેમના નામે બેંક અને અન્ય સંસ્થાઓનું થઈને 87 કરોડ રૂપિયા કરતાં પણ વધુ દેવું છે.

દેશ વિદેશની બેંકો છે ખાતાં
નામાંકનપત્ર પ્રમાણે અમિતાભના નામ પર 3 અરબ 20 કરોડની સ્થાયી સંપતિ છે અને જયાના નામે 1 અરબ 27 કરોડ રૂપિયાની સંપતિ છે. ઉપરાંત તેમણે વિદેશની બેંકોમાં જમા કરેલ નાણાંની માહિતી પણ નામાંકનમાં આપી છે. તેમના નામે લંડન, ફ્રાંસ, પેરિસ અને દુબઈ સહિતના દેશોમાં થઈ કુલ 19 ખાતાં છે. જેમાંથી 4 બેંકોના ખાતાં જયા બચ્ચનના નામે 6.84 કરોડ રૂપિયા જમા છે. જો કે જયા બચ્ચનનું માત્ર એક જ ખાતું છે જે વિદેશની એટલે કે દુબઈની બેંકમાં છે.

જયા પાસે કરોડોની જ્વેલરી છે
જયા બચ્ચને 2012માં રાજ્યસભાના સાંસદ માટે નામાંકન ભરતી વખતે પોતાની અને અમિતાભની સંપતિ 5 અરબ રૂપિયા જણાવી હતી. આટલા વર્ષોમાં બચ્ચન ફેમિલીની સંપતિ 10 અરબથી વધારે થઈ ગઈ છે. આંકડા પ્રમાણે જયાની પાસે 26.10 કરોડના દાગીનાં છે. જયા બચ્ચને નામાંકનમાં લખનઉ, બારાબંકી, ભોપાલ, નોયડા, અમદાવાદ, પૂના, ગાંધીનગર અને જૂહુની જમીનોનો પણ ઉલ્લેખ કર્યો છે.

You might also like