સૈનિકો પરની ક્રુર કાર્યવાહી પાક.ની હોવાનાં પુરતા પુરાવા : વિદેશ મંત્રાલય

નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરનાં પુંછ જિલ્લામાં ભારતીય જવાનોનાં શબની સાથે કરવામાં આવેલી ક્રુરતા પર ભારતે પાકિસ્તાનને સંદેશ મોકલાવ્યો છે. અમારી પાસે તે વાતનાં પુરતા પુરાવા છે કે આ કાયરતાપુર્ણ હરકત પાકિસ્તાની સૈનિકો દ્વારા કરવામાં આવી છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે એલઓસી પર મળેલા લોહીનાં નિશાન તે વાત તરફ ઇશારો કરે છે કે આ કાયરતાપુર્ણ હૂમલો કરનાર લોકો બોર્ડર પારથી આવ્યા હતા અને પાછા જતા રહ્યા હતા.

આ અંગે મંગળવારે પાકિસ્તાનનાં હાઇ હાઇકમિશ્નર અબ્દુલ બાસિત ને વિદેશ મંત્રાલયે ઝાટકણી કાઢી હતી. મુલાકાત બાદ વિદેશ સચિવ ગોપાલ બાગલે પ્રેસ સંબોધિત કરતા એક સવાલનાં જવાબમાં જણાવ્યું કે જે લોકો સીમાપારથી આવ્યા હતા તે પાકિસ્તાનથી નથી, પીઓકેથી આવ્યા હતા. તેમણે કહ્યું કે આ સ્પષ્ટ છે કે તેઓ સીમા પારથી આવ્યા હતા. લોહીનાં ધબ્બા સીમા પાર સુધી ગયા છે.

આ અંગે બાગલેને સવાલ પુછવામાં આવ્યો કે શું તેમની પાસે ડીએનએ પ્રુફ કે કોઇ અન્ય પુરતા સબુતો છે કે તે લોહીનાં ધબ્બા કોઇ આતંકવાદીનાં ન હોઇને પાકિસ્તાની સૈનિકોનાં જ છે. જવાબમાં બાગલેએ કહ્યું કે અમારી પાસે પુરતા પુરાવા છે કે તેઓ પાકિસ્તાની હતા. પાકિસ્તાની સૈનિકોએ આ હૂમલામાં કવર ફાયરિંગ કર્યું હતું.

You might also like