નેતાજી સુભાષચંદ્ર બોઝનાે ખજાનાે લૂંટનારને નહેરુએ ઇનામ આપ્યુું હતું

નવી દિલ્હી: તાજેતરમાં નેતાજી સુભાષચંદ્ર બોઝના રહસ્યમય મૃત્યુ અંગે સંકળાયેલી મહત્ત્વની ફાઇલો જાહેર થયા બાદ લેખક અનુદ ધરના એ દાવાને સમર્થન મળી ગયું છે કે જેમાં તેમણે જણાવ્યું હતું કે નેતાજીની આઝાદ હિંદ ફોજના ખજાનાને લૂંટવામાં આવ્યો હતો. નેતાજીની તાજેતરમાં જાહેર કરાયેલી ફાઇલોમાં આ વાતનો પર્દાફાશ થયો છે. જવાહરલાલ નહેરુએ નેતાજીના ખજાના લૂંટનારને ઇનામ આપીને સન્માન કર્યું હતું એવો પણ સનસનીખેજ ઘટસ્ફોટ થયો છે. નેતાજીના ખજાનાની લૂંટ અંગે નહેરુ સરકારને જાણ હતી. ૧૯પ૧થી ૧૯પપ વચ્ચે ટોકિયો અને નવી દિલ્હી વચ્ચે થયેલા પત્ર વ્યવહાર પરથી આ વાતને સમર્થન મળે છે.

નેશનલ આર્કાઇવ્ઝની ટોપ સિક્રેટ ફાઇલ અનુસાર ખજાનામાંથી સાત લાખ ડોલરની લૂંટ થઇ હતી. આ બાબતનો સૌ પ્રથમવાર ઘટસ્ફોટ લેખક અનુદ ધરે પોતાના પુસ્તક ઇન્ડિયાઝ બિગેસ્ટ કવરઅપમાં કર્યો હતો. સરકારના અધિકારીઓને નેતાજીના જ બે પૂર્વ સાથીઓ પર લૂંટનો શક હતો. આ બેમાંથી એકને નહેરુ સરકારે પાછળથી પંચવર્ષીય યોજનાના પબ્લિસિટી એડવાઇઝર બનાવી દીધા હતા.

ફાઇલ નં.રપ/૪/એનજીઓ-વોલ્યુમ-૩માં નેતાજીના ખજાનાની વિગતો છે. અહેવાલો અનુસાર નેતાજી ૮૦ કિલો સોનાના દાગીના લઇને સફર કરી રહ્યા હતા. ૧૯૪પમાં તેની કિંમત રૂ.એક કરોડથી વધુ હતી. વિમાન દુર્ઘટનામાં નેતાજીનો તમામ સામાન સળગી ગયો હતો.

You might also like