શહેરમાં ‘કમળો’ બારે માસ

અમદાવાદ: અમદાવાદમાં વર્ષો જૂની પાણી અને ગટરની પાઇપલાઇનના કારણે છાશવારે સર્જાતી પ્રદૂષિત પાણીની ફરિયાદો તેમજ શહેરમાં ઠેર ઠેર ઊભી થયેલી ‘ખાઉ ગલી’ વગેરેના કારણે આજે પાણીજન્ય રોગચાળો ‘કમળો’ બારે મહિના દેખા દઇ રહ્યો છે.

તંત્રના રિપોર્ટ મુજબ જાન્યુઆરીમાં કમળાથી ઇન્દ્રપુરી વોર્ડના એક દર્દીનું મોત પણ નીપજ્યું હતું. ગત વર્ષ ર૦૧૬માં જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીમાં કમળાના સત્તાવાર ર,૮૯૪ કેસ તંત્રના ચોપડે નોંધાઇ ચૂકયા છે. સામાન્ય રીતે ૧ જાન્યુઆરીથી ૩૦ એપ્રિલ ર૦૧૭ સુધીમાં કમળાના પ૪૯ કેસ નોંધાઇ ચૂકયા છે. કમળાનો બિન સત્તાવાર આંક તો ૧,૩૦૦ કેસથી પણ વધુનો છે.

દક્ષિણ ઝોનમાં બહેરામપુરા, દાણીલીમડા, ઇન્દ્રપુરી, વટવા, લાંભા, મધ્ય ઝોનમાં દરિયાપુર, જમાલપુર, શાહપુર, અસારવા પશ્ચિમ ઝોનમાં ચાંદખેડા, નવા પશ્ચિમ ઝોનમાં ચાંદલોડિયા, સરખેજ, મકતમપુરા, બાપુનગરમાં કુબેરનગર, બાપુનગર, સરસપુર, સરદારનગર પૂર્વ ઝોનમાં ભાઇપુરા, હાટકેશ્વર, અમરાઇવાડી, ગોમતીપુર, ઓઢવ, નિકોલ અને રામોલ, હાથીજણ કમળાથી પ્રભાવિત વોર્ડ છે. એટલે કે શહેરના કુલ ૪૮ વોર્ડ પૈકી ર૪ વોર્ડ કમળાગ્રસ્ત છે.
http://sambhaavnews.com/

You might also like