અનામતની માગણી સાથે જાટ સમાજનું ફરી આંદોલન

હિસાર: સરકાર સમક્ષ અવારનવાર રજૂઆતો કરવા છતાં ‌પરિણામ નહિ મળતાં આખરે જાટ સમાજના અેક સમુદાયે અનામતની માગણી સાથે આંદોલન શરૂ કરી દીધું છે. આ આંદોલનની આગ હિસારના મય્યડ ગામથી લાગી છે.

ગઈ કાલે અખિલ ભારતીય જાટ અનામત સંઘર્ષ સમિતિઅે મગાનામાં રેલી યોજી અનામત માટે આંદોલનનું અેલાન કર્યું હતું. જેમાં બપોરે સાડા ત્રણ કલાકે જાટ સમુદાય મય્યડ રેલવે સ્ટેશન પર જઈને ટ્રેક પર બેસી જઈ હિસાર દિલ્હી રેલવે લાઈનના ટ્રેક પર બેસી જતાં કેટલીક ટ્રેન અટવાઈ ગઈ હતી. ત્યાર બાદ આંદોલનકારીઓઅે જાટ સમાજને અનામત આપવાનો વિરોધ કરનારા ઓબીસી બ્રિગેડના પ્રમુખ રાજકુમાર સૈનીનાં પૂતળાનું દહન કર્યું હતું.

સમિતિઅે જાહેરાત કરી હતી કે જો ઉત્તર પ્રદેશમાં જાટ સમાજને અનામત મળતો હોય તો હરિયાણામાં પણ જાટ સમુદાયને અનામતનો લાભ મળવો જોઈઅે. ભલે પછી તેમાં અેક મહિનો કે અેક વર્ષ લાગે. જો વર્તમાન સરકારના નાણાં પ્રધાન, કૃષિપ્રધાન, કેન્દ્રીય પ્રધાન અથવા ભાજપ પ્રદેશ પ્રમુખમાંથી કોઈ પણ અેક આવીને તેમને આ અંગે ખાતરી આપશે પછી જ ટ્રેક ખાલી કરવામાં આવશે તેવી જીદ ચાલુ રાખી છે.

You might also like