કેજરીવાલને સુપ્રીમ કોર્ટની ફટકાર ‘દરેક મુદ્દે કોર્ટમાં પહોંચી જાવ છો’

નવી દિલ્હી :હરિયાણામાં જાટ અનામત આંદોલનને પગલે દિલ્હીમાં જે જળ સંકટ ઊભું થયું હતું તેને લઈને કેજરીવાલ સરકાર મદદની આશા લઈને સુપ્રીમ કોર્ટમાં ગઈ હતી પરંતુ આ મુદ્દે સુપ્રીમ કોર્ટે તો કેજરીવાલને બરાબર તતડાવી નાખ્યાં.

સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને કહ્યું કે હરિયાણા સરકાર સાથે વાત કરીને તમારે આ સમસ્યાનો ઉકેલ લાવવાનો હતો તેની જગ્યાએ તમે તમારી ઓફિસમાં બેસી રહો છો. કોર્ટે એમ પણ કહ્યું કે દિલ્હી સરકાર દરેક મુદ્દે કોર્ટમાં પહોંચી જાય છે.

સુપ્રીમ કોર્ટે મુનક નહેરના પાણી પુરવઠા સપ્લાય બાબતે દિલ્હી સરકારે દાખલ કરેલી અરજી પર સુનાવણી કરવાનો જ ઈન્કાર કરી દીધો હતો. આથી દિલ્હી સરકારે પોતાની અરજી પણ પાછી ખેંચી લેવી પડી. જો કે આજથી સેનાએ મુનક નહેર પર કબજો મેળવી લેતા દિલ્હીની પાણીની સમસ્યાનો તો ઉકેલ લગભગ આવી જ ગયો છે.

જળ સંકટનાં સમાઘાન માટે સુપ્રીમ કોર્ટમાં પહોંચેલ દિલ્હી સરકારની સુપ્રીમ દ્વારા આકરી ઝાટકણી કાઢવામાં આવી હતી. ચીફ જસ્ટિસ ટી.એસ ઠાકુર અને યૂયૂ લલિતની ખંડપીઠે હરિયાણા સરકારને આ મુદ્દે સ્ટેટસ રિપોર્ટ માંગ્યો છે. જો કે કેજરીવાલ સરકારનાં જળસંસાઘન મંત્રીની આકરી ઝાટકણી કાઢી નાખી હતી. જાટ અનામત આંદોલનનાં કારણે અટકેલ પાણી પુરવઠ્ઠા માટે દિલ્હી સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ મુદ્દે સુનવણી કરતા બેંચે હરિયાણા સરકારને બે દિવસમાં પોતાનો સ્ટેટસ રિપોર્ટ રજુ કરવા માટેનાં આદેશો આપ્યા હતા. સાથે જ કેન્દ્ર સરકાર અને ઉત્તર પ્રદેશ સરકારને પણ નોટિસ ફટકારી હતી. દિલ્હી સરકારે મુનક નહેરનાં બેરેજો પર સુરક્ષાની માંગ કરી છે.
જસ્ટિસ યૂયૂ લલિત શરૂઆતમાં આ અરજી પર સુનવણી કરવાની મનાઇ કરી દીધી હતી. જો કે આ મુદ્દે સરકારો વચ્ચે સમાધાન કરવા માટે સુપ્રીમ કોર્ટને વચ્ચે ઘસડવા માટે આપનાં નેતાઓને ઝાટક્યા પણ હતા. તેમણે કહ્યું કે આવા કિસ્સાઓને સરકારનાં સ્તર પર ઉકેલવાનાં બદલે તમે સીધા સુપ્રીમ કોર્ટમાં આવી જાઓ છો. પાણી જેવા મુદ્દે પણ તમારે સુપ્રીમ કોર્ટનો ઓર્ડર જોઇએ. તમે ઇચ્છો છો કે બધુ જ તમારી પ્લેટમાં સજાવીને આપવામાં આવે.
હરિયાણા તરફતી રજુ કરવામાં આવેલા વકીલે કહ્યું કે વસ્તુઓને નિયંત્રીત કરવામાં આવી રહ્યા છે. તે નક્કી કરવા માટેનાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે કે સપ્લાઇ આજે ફરીથી ચાલુ કરી દેવામાં આવે. આપ સરકારે હરિયાણાનાં મુનક નહેરમાંથી કોઇ પ્રકારની બાધા વગર પાણીનો સપ્લાય ચાલુ થઇ જાય તે માટે કેન્દ્રનાં હસ્તક્ષેપની માંગ કરતા સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો.

You might also like