પહેલા દિવસે જાટ આંદોલન રહ્યું નિષ્ફળ

રોહતક: ફેબ્રુઆરી 2016 પછી ફરી એક વખત આરક્ષણની માંગણીને લઇને ડાટ અને સરકાર સામસામે આવી ગઇ છે. રવિવારે રોહતકમાં આરક્ષણ માટે જસિયામાં જાટોએ મંત્રોચ્ચાર માટે હુંકારો કર્યો હતો. સવારે હવન સાથે જાટ સમાજના લોકોએ ઘરણા સ્થળ પર પહોંચવા લાગ્યા હતાં. ધરણા સ્થળ પર ટ્રેક્ટર અને ટ્રોલીઓ પણ આવવી લાગી હતી. બપોરે 2 વાગ્યા સુધી ધરણા સ્થળ પર લગાવવામાં આવેલા ટેન્ટ જાટ સમાજના લોકોથી ભરાઇ ગયો હતો. પરંતુ આંદોલન દરમિયાન વિવિધ જગ્યાએ ઘણા ઓછા સોકો હાજર રહ્યા હતા.

કેથલમાં આંદોલનના આહવાન પર વધારે રસ દાખવ્યો નહીં, જેના કારણે આંદોલનનો ક્યાંય કોઇ પ્રભાવ જોવા મળ્યો નહીં. ફક્ત રાજોંદના ગાવ કિચ્છાનામાં પસંદગીના લોકો એક્ઠા થયા હતા અને શાંતિ પૂર્વક બેસી રહ્યા હતા. ભિવાનીમાં પણ ઘનાના ગામમાં ગામના કેટલાક લોકોએ થોડી વખત માટે જ ધરણા કર્યા હતા પછીથી પોલીસના કહેવાથી તેઓ ખસી ગયા હતા. આ દરમિયાન ગામના લોકોએ એસ.ડી.એમને આરક્ષણ અપાવવા માટેની માંગણી કરી હતી.

રેવાડીના બાવલમાં જાટ સમુદાયના લોકોએ માડારામના નેતૃત્વમાં ધરણા પ્રદર્શન કર્યું હતું. શાંતિપૂર્વક ધરણા કરતા જાટ સમુદાયના લોકોએ ચોપડ અને તાશ રમીને મનોરંજન કર્યુ હતું. ફેબ્રુઆરીમાં થયેલા જાટ આંદોલન દરમિયાન કેન્દ્ર માનવામાં આવી રહેલું રોહતકમાં આ વખત શાંત રહ્યું છે. ત્યારે 10 હજારથી વધારે આંદોલનકારી રસ્તા પર ઉતર્યા હતા, ત્યારે આ વખતે 300 લોકો જ રસ્તા પર એકઠા થયા હતા.

ત્યારે મડલોડાની નજીક નારા ગામમાં ઝાડ નીચે લોકો હુક્કો પીતા જોવા મળી રહ્યા હતા. તેમાંથી તમામ લોકો પ્રદર્શનકારીના પક્ષમાં ન હતાં. પોલીસની કાર્યવાહીનો ડર પણ તે લોકોમાં જોવા મળ્યો હતો. એક વયવૃદ્ધે કહ્યું હતું કે તોડ ફોડ કરવી સારી નથી, શાંતિથી લડાઇ લડીશું. કંઇ જરૂર નથી રસ્તા પર આવવાની. ત્યારે પ્રદર્શનને જોતા નવ જિલ્લામાં ધારા 144 લાગૂ કરીને પારા મિલિટ્રીની 66 કંપની તૈનાત કરી દેવામાં આવી છે.

You might also like