મેચ અગાઉ ટીમ ઇન્ડીયાનું ‘નાઇટ આઉટ’, Thanks Captain

ટીમ ઇન્ડીયા આજે દિલ્હી ખાતે ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ ટી-20 મેચ રમશે. રોમાચંક વન ડે શ્રેણીમાં ન્યૂઝીલેન્ડને 2-1થી પરાજય આપ્યા બાદ ભારતનું મનોબળ વધુ મક્કમ બન્યું છે. વન ડે શ્રેણી બાદ ટીમ ઇન્ડીયાનું લક્ષ્ય ટી-20 જીતવાનું રહેશે. મેચ અગાઉ ટીમ ઇન્ડીયાના સુકાની વિરાટ કોહલી ટીમને નાઇટ આઉટ પર લઇ ગયો હતો. જેમાં ભારતીય ટીમના ઘણા ખેલાડીઓએ ફોટો અપલોડ કરી ભારતીય સુકાનીનો આભાર માન્યો હતો. ઉલ્લેખનીય છે કે ભારતીય કપ્તાન વિરાટ કોહલી દિલ્હીનો રહેવાસી છે. પોતાની શાનદાર બોલિંગના આધારે આઇસીસી રેન્કિગમાં પોતાનું સ્થાન બનાવનાર જસપ્રીત બુમરાહે ફોટો અપલોડ કરતા લખ્યું હતું કે શાનદાર ડિનર આપવા બદલ વિરાટનો આભાર. સુકાની કોહલીનો બુમરાહ સિવાય દિનેશ કાર્તિક, અક્ષર પટેલે પણ આભાર વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે પોતાના ઘરઆંગણે રમાનાર ટી-20 મેચ બાદ આશિષ નેહરા આજે નિવૃત્તિ જાહેર કરશે. અંતિમ મેચ અગાઉ નેહરાને ઘણા પૂર્વ ક્રિકેટરો તરફતી શુભકામનાઓ આપવામાં આવી છે.

ટી-20 મેચમાં બંને ટીમનું પ્રદર્શન
ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની ટી-20 મેચનો ઇતિહાસ જોઇએ તો બંને ટીમ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી છે. ભારત અત્યાર સુધી 85 મેચ રમ્યું છે જેમાં 51 મેચ જીત, 32માં પરાજય મળ્યો છે.

You might also like