હવે શ્લોક વાંચી રોબોટ કરાવશે અંતિમ સંસ્કાર….

જાપાનની એક કંપનીએ માણસ જેવો દેખાતો રોબોટ એટલે કે હ્યૂમેનોએડને હવે અંતિમ સંસ્કાર કરવાની જવાબદારી સોંપશે. આ રોબોટને પેપર નામ આપવામાં આવ્યું છે. પેપર રોબોટ એક બૌદ્ધ પુજારીની જેમ અંતિમ સંસ્કાર કરાવશે. એક પૂજારીની જેમ શ્લોક વાંચતા વાંચતા લોકોના અંતિમ સંસ્કાર કરાવી શકશે. જાપાનની રોબોટ બનાવતી કંપની પેપ્પરે એવો રોબોટ લોન્ચ કર્યો છે જે પુજારીની ભૂમિકા પણ અદા કરશે. ખાસ વાત તો એ છે કે આ પેપર રોબોટનો પહેરવેશ બૌદ્ધ ધર્મના પુજારી જેવો હશે. આ રોબોટ શ્લોક વાંચવા સિવાય ડ્રમ વગાવડવાનું કામ પણ કરશે.

જાપાનની કંપનીએ એક એક્સ્પો દરમિયાન પેપર રોબોટને લોન્ચ કર્યો હતો. જાપાનમાં વૃધ્ધોની સંખ્યા ઘણી વધારે છે. આ જ કારણ છે કે જાપાનમાં કારખાના, હોટલ, હોસ્પિટલમાં મોટી માત્રામાં રોબોટની મદદ લેવામાં આવી રહી છે. જાપાનમાં અંતિમ સંસ્કાર કરાવનાર બૌદ્ધ પુજારીઓની સંખ્યા પણ ઓછી થઇ રહી છે. સામાન્ય રીતે આમા આવક ઘણી ઓછી થાય છે. જેના કારણે યુવાઓમાં અંતિમ સંસ્કાર કરવાની હોડ સૌથી ઓછી છે. જાપાનની આ કંપની મુજબ પુજારીઓને મંદિરની સાથે સાથે પાર્ટ ટાઇમ નોકરી પણ કરવી પડતી હોય છે. જાપાનમાં પુજારીઓની સંખ્યા ઘણી ઓછી છે. જેની સંખ્યામાં વધારો રોબોટ દ્વારા કરવાની કંપનીને ઇચ્છા છે. રોબોટ પુજારી આમ પુજારી કરતાં પણ ઘણો સસ્તો પડી રહ્યો છે.

You might also like