ગર્મીનાં કારણે એક જ દિવસમાં આ વ્યક્તિનાં 9546 કરોડ રૂપિયાનું નુકસાન

ટોક્યો : જાપનનાં સૌથી અમિર વ્યક્તિ ટડાશી યનાયને માત્ર એક દિવસમાં 1.4 અબજ ડોલર (9546 કરોડ રૂપિયા)નું નુકસાન થયું. આ નુકસાનનું કારણ જાણીને પણ તમે ચોંકી જશો. કારણ છે ઠંડી ઓછી પડવી. આવુ ત્યારે થયુ જ્યારે તેમની કંપનીના શેર લગભગ સાત ટકા જેટલા ઘટી ગયા હતા.

ખાસ બાબત તો એ છે કે આ ઘટાડા માટે કંપનીએ હવામાનને જવાબદાર ઠેરવ્યું છે. ટડાશીની કંપની ફાસ્ટ રિટેલિંગની એક સહાયક કંપની યૂનિક્લો છે. યુનિક્લો જાપાનની એક મુખ્ય કપડાની બ્રાંડ છે. કપડાના મેન્યુફેક્ચરિંગની સાથે સાથે તેમની રિટેલિંગ પણ કરે છે. શુક્રવારે આ કંપનીનાં શેરની કિંમતમાં 6.7 ટકાનો ઘટાડો નોંધાયો છે.

કંપનીએ કહ્યું કે ડિસેમ્બરમાં તેના વેચાણમાં ઘણો ઘટાડો થયો છે. આવુ થવા માટે વાતાવરણ જવાબદાર છે. યુનિક્લોએ કહ્યું કે આ મહિનામાં અસામાન્ય રીતે ગર્મીનાં કારણે તેનાંવિંટર ક્લોધિંદના સેલમાં ઘટાડો થયો છે. આ ઘટાડો પાંચ ટકા સુધીનો છે. ડટાશીની કુલ સંપત્તિ હાલ 17.7 અબજ ડોલર છે. શુક્રવારે થયેલા નુકસાન પહેલા તે દુનિયાભરનાં અમીરોની યાદીમાં 38માં સ્થાન પર છે. જોકે આ નુકસાન બાદ તે છ પોઇન્ટના ઘટાડા સાથે 44માં નંબર પર પહોંચી ગયા છે.

You might also like