અહીંના ત્રણ પુરૂષ ગવર્નર બન્યા ગર્ભવતી : કારણ જાણી તમે ચોંકી જશો

ટોક્યો : મહિલાઓ પર ઘરના કામકાજનાં બોઝ પ્રત્યે પુરૂષોને જાગૃત કરવા માટે જાપાનમાં એક અનોખો પ્રયોગ ચાલુ કરવામાં આવ્યો છે. દેશનાં ત્રણ દક્ષિણી – પશ્ચિમ પ્રાંતોનાં 3 પુરૂષ ગવર્નર પોતે ગર્ભવતી બનીને આ અભિયાનની શરૂઆત કરી છે. ગત્ત અઠવાડીયે ચાલુ કરાયેલ ગર્ભવતી ગવર્નર નામથી અભિયાનનો 3 મિનિટનો એક વીડિયો પણ બહાર પાડવામાં આવ્યો છે.

આ ત્રણેય ગવર્નરે એક એવું જેકેટ પહેરવાનું હોય છે જેનાથી તેમનું પેટ ગર્ભવતી મહિલાઓની જેમ બહાર ઉપસેલુ દેખાય. 7 કિલોગ્રામ વજનનું આ જેકેટ કોઇ મહિલાનાં 7 મહિનાનાં ગર્ભ જેટલું હોય છે. જેકેટ પહેરેલ ગવર્નરનો વીડિયો અટપટી રીતે સીડિઓ ચડતો, ઘરનો સામાન લઇ જતો, બસમાં સીટ મળવાનો રાહ જોઇ રહેલા દેખાય છે.

ગર્ભવતી બન્યા બાદ એક ગવર્નર જુરાબ પહેરવા માટે તડપી રહેલા, બીજા એક ગવર્નર કપડા સુકવતા સમયે પરસેવો લુંછડા જોવા મળે છે. મિયાજાકી પ્રાંતના ગવર્નર અને ત્રણ બાળકોનાં પિતા શઉંજી કોનેએ જણાવ્યું કે હવે તેઓ અનુભવી રહ્યા છે કે ગર્ભવતી મહિલાઓ માટે ઘરનું કામકાજ કેટલું આકરૂ હોય છે.તેમણે કહ્યું કે, હું વિચારૂ છું કે આપણે મહિલા પ્રત્યે ખુબ જ દયાળું થવું જોઇએ. આ અભિયાન વડાપ્રધાન શિંજો એબીની તરફથી વધારેમાં વધારે મહિલાઓને નોકરી આપવા અંગે પણ જોર આપ્યું હતું.

એબીની આ યોજનાનો ઉદ્દેશ્ય માત્ર સ્થાનિક કામકાજ સુધી સીમિત ઉચ્ચ શિક્ષિત મહિલાઓની પ્રતિભાનો સારો ઉપયોગ કરવાનો છે. જાપાન આ પ્રકારનાં અવનવા નુસખાઓ દ્વારા જાગૃતી લાવવાનાં પ્રયાસો કરતી રહે છે.

You might also like