બુલેટ ટ્રેનઃ PM મોદીનાં ડ્રીમ પ્રોજેક્ટનું જાપાની એજન્સીએ અટકાવ્યું ફંડીંગ, લાગી બ્રેક

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનને એક મોટો ઝટકો લાગ્યો છે. આ પ્રોજેક્ટને લઇ ફંડિંગ કરતી જાપાની કંપની જાપાન ઈન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી એટલે કે જીકાએ બુલેટ ટ્રેન નેટવર્ક માટે ફંડિંગ પર રોક લગાવી દીધી છે. જાપાની કંપનીએ ફંડિંગ તો રોક્યું પણ સાથો સાથ મોદી સરકારને સલાહ પણ આપતા જણાવ્યું કે, આ પ્રોજેક્ટને આગળ વધારતા પહેલાં તેઓ પોતાનાં દેશમાં ખેડૂતોની સમસ્યા પર ધ્યાન આપે.

એક લાખ કરોડ રૂપિયાનાં ખર્ચે ચાલી રહેલા આ પ્રોજેક્ટનાં નિર્માણમાં ગુજરાત અને મહારાષ્ટ્રનાં ખેડૂતોએ જમીન સંપાદનને લઈને વિરોધ પણ કર્યો હતો. જેથી આ વિવાદને જોતા કેન્દ્ર સરકારે ખાસ કમિટીની સ્થાપના કરી છે. આ પ્રોજેક્ટ 2022 સુધીમાં પૂરો કરવાનો મોદી સરકારનું લક્ષ્યાંક છે. પરંતુ હવે ફંડિંગ રોકાતાં આ પ્રોજેક્ટ પર અનેક સવાલો પણ ઉભા થયાં છે.

મહત્વનું છે કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સામે આંદોલન કરનારા ખેડૂતો માટે એક બાજુ આંશિક આનંદનાં સમાચાર છે. કેમ કે, જાપાનની ફંડીંગ એજન્સી જાપાન ઇન્ટરેનેશનલ કો-ઓપરેશન એજન્સી (જીકા)એ ભારત સરકારને કહ્યું કે, ખેડૂતોનાં પ્રશ્નોનો પહેલાં નિકાલ કરો અને પછી જ તે સરકારને આ પ્રોજેક્ટ માટે પૈસા આપશે.

મહત્વનું છે કે નરેન્દ્ર મોદીની સરકાર માટે આ એક મોટો ફટકો કહી શકાય. આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ 1 લાખ કરોડ રૂપિયાનો છે. કેન્દ્ર સરકારે આ મુદ્દે એક કમિટીની પણ રચના કરી છે. આ પ્રોજેક્ટની ફાઇનલ ડેડલાઇન 2022 રાખવામાં આવી છે.

જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી (જિકા)એ બુલેટ ટ્રેન માટે 1.10 લાખ કરોડની સોફ્ટ લોન આપી છે. ખેડૂતોએ ‘જિકા’ને જણાવ્યું હતું કે, જ્યાં સુધી જાપાનની એજન્સીની માર્ગદર્શિકાનો ભારત સરકાર સંપૂર્ણ રીતે અમલ ન કરે ત્યાં સુધી આ લોનની રકમ ન આપવા વિનંતી કરાઇ હતી. ઉલ્લેખનીય છે કે આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું ખાતમૂહુર્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનનાં વડાપ્રધાન શિન્ઝો એબેએ સપ્ટેમ્બર 2017માં કર્યું હતું.a

You might also like