OMG! અહીં બનશે દુનિયાની સૌથી ઊંચી “લાકડાની ઇમારત”

જાપાનની એક કંપની 2041માં પોતાની 350મી વર્ષગાંઠ પૂર્ણ થવાનાં મોકા પર દુનિયાની સૌથી ઊંચી ઇમારત બનાવવાની તૈયારીમાં છે. સુમિતોમો ફોરેસ્ટ્રીએ કહ્યું કે 70 માળનું ‘ડબલ્યુ 350’ ટાવરનો 10 ટકા ભાગ સ્ટીલથી બન્યો હશે અને આમાં 1 લાખ 80 હજાર ઘન મીટર સ્થાનીય લાકડાનો ઉપયોગ થશે.

કંપનીનું એમ કહેવું છે કે આ ગગનચુંબી ઇમારતમાં 8000 ઘર હશે અને દરેક માળની બાલ્કનીમાં વનસ્પતિ ઊગાડેલી હશે. એમનું કહેવું એમ છે કે ટોક્યોમાં વારંવાર આવનારા ભૂકંપથી બચવા માટે આમાં લાકડા અને સ્ટીલનાં થાંભલાવાળું “બ્રેસ્ડ ટ્યૂબ સ્ટ્રક્ચર” હશે.

આ પ્રોજેક્ટ પર 600 બિલિયન યેન (અંદાજે 36 હજાર કરોડ રૂપિયા)નો ખર્ચ કરવામાં આવશે. આ જ આકારની પારંપરિક ગગનચુંબી ઇમારતનાં મુકાબલે આ ખર્ચ લગભગ બે ઘણો વધારે હશે. જો કે સુમિતોમાનું એવું કહેવું છે કે તેઓને આશા છે કે 2041 સુધી ટેક્નિકમાં પ્રગતિ થવાનાં કારણોસર આનાં ખર્ચામાં ઘટાડો થઇ જશે.

જાપાને 2010માં એક કાયદો પાસ કર્યો હતો કે જેનાં આધારે નિર્માણ કંપનીઓ માટે ત્રણ માળ કરતા વધારે ઊંચી ઇમારત બનાવવા પર લાકડાનો ઉપયોગ કરવાનું ફરજિયાત કરી દીધું હતું. સમગ્ર દુનિયાને ધ્યાનમાં રાખતા આ કંઇ નવી વાત નથી કે કેમ કે ઘણી બધી જગ્યાએ લાકડાની ઇમારત ના બનેલ હોય.

મિનીપલીસમાં લાકડાથી 18 માળની ઇમારત બનાવવામાં આવી છે કે જ્યાં અનેક કાર્યાલય છે. આ જ પ્રકારે વૈંકૂવરમાં 53 મીટર ઊંચો વિદ્યાર્થીઓ માટે ફ્લેટ બનાવવામાં આવેલ છે. આ ઇમારત તાજેતરમાં જ લાકડાથી બનેલી ઇમારત છે.

કોંક્રીટ અને સ્ટીલની ઇમારતોનાં કાર્બન ફુટપ્રિંટ રહી જાય છે. માનવામાં આવે છે કે આનાંથી ક્રમશઃ 8 ટકા અને 5 ટકા કાર્બનનું ઉત્સર્જન થાય છે. બીજી બાજુ લાકડામાં કાર્બન સંગ્રહિત હોય છે. લાકડું કાર્બનને વાતાવરણમાં નથી છોડતું.

You might also like