જાપાનના પીએમ Gujarat ની મુલાકાતે, PM મોદી સાથે રોડ શો નું આયોજન

અમદાવાદ : જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે બે દિવસ ગુજરાતના મહેમાન બનશે. ઉલ્લેખનીય છે કે ભારતના ઇતિહાસમાં આ પ્રથમવાર બનશે કે કોઇ દેશના વડાપ્રધાન ભારતના પ્રવાસે આવશે અને દિલ્હીના બદલે રાજ્યની મુલાકાત લઇને પોતાના દેશમાં પરત ફરશે. જાપાનના પીએમની આ ઐતિહાસક મુલાકાત દેશની પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજક્ટનો આરંભ કરાવશે. 14મીએ બંને દેશના વડાપ્રધાનના હસ્તે બુલેટ ટ્રેનનું ખાતમુહૂર્ત કરાશે. તે પહેલા આજે જાપાનના પીએમનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી એરપોર્ટ પર સ્વાગત કરશે. સ્વાગત બાદ જાપાનના પીએમ ગાંધી આશ્રમ સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે રોડ શોમાં જોડાશે. જાપાનના પીએમ આબે બીજા વૈશ્વિક નેતા છે જે અમદાવાદ આવશે.

You might also like