જાપાનનો ભારતને સસ્તા ભાવે ૧ર એરક્રાફ્ટ વેચવાનો નિર્ણય

બીજિંગ: જાપાન અને ભારત વચ્ચે સંરક્ષણને લગતી એક સંભવિત ડીલમાં જાપાને ભારતને સસ્તા દરથી ૧ર પ્લેન આપવાનો નિર્ણય કર્યો છે. ત્યારે આ ડીલ અંગે ચીને પ્રતિક્રિયા આપતાં જણાવ્યું છે કે જાપાન અમને નીચા દેખાડવા આવી ડીલ કરી રહ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે જાપાન ૧ર શિનમાયવા યુએસ-ર રિસર્ચ એન્ડ રેસ્ક્યુ એરક્રાફ્ટ ભારતને વેચવા માગે છે. થોડા દિવસ અગાઉ એવા સમાચાર બહાર આવ્યા હતા કે જાપાન આવી ડીલ કરવા માટે આ એરક્રાફ્ટની કિંમત ઓછી કરી શકે છે. બીજી તરફ ચીનનું કહેવું છે કે જો આ ડીલનો હેતુ દક્ષિણ ચીન સાગરના મુદા પર બીજિંગ ઉપર દબાણ વધારવા માગે છે. આવું પગલું અમને નીચા દેખાડવા માટેનું ગણાશે.

આ અંગે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવકતા હુઆ છુનઈંગે ગઈ કાલે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે અમે આ અંગે આવેલા અહેવાલને જોયો છે. અમને બે દેશ વચ્ચેના સામાન્ય સંરક્ષણને સહકાર આપવા અંગે કોઈ વાંધો નથી. પરંતુ જો આ અહેવાલ યોગ્ય છે કે તેના દ્વારા અમને અમારા અધિકારથી તે દૂર રાખવા માગે છે અને તે અમને નીચા દેખાડવાવાળી વાત ગણાશે.

દરમિયાન હુઆને એવો સવાલ કરવામાં આવ્યો હતો કે નવી દિલ્હી સાથે સિક્યોરિટી ક્ષેત્રે સહકાર વધુ મજબૂત કરવા માટે ટોકિયો તેને ૧ર શિનમાયવા યુએસ-ર રિસર્ચ એન્ડ રેસ્ક્યુ એરક્રાફ્ટ સસ્તી કિંમત પર વેચવાનો વિચાર કરી રહ્યું છે. આ અંગે ચીનનું વલણ કેવું છે તે પણ જોવાનું રહ્યું.

You might also like