આ દેશની સરકાર આપે છે સેક્સ કરવાનાં પૈસા : લગ્ન અને બાળકોનો ખર્ચ

ટોક્યો : જાપાનનાં નાગરિકોની ઓળખ મહેનતુ અને કામમાં વ્યસ્ત રહેતા લોકો અને દેશ તરીકે થાય છે. જો કે હવે આ દેશ પોતાની વધી રહેલી વર્જીન વસ્તીનાં કારણે સમાચારોમાં છે. વાત જાણે એમ છે કે દેશનો એકમોટો તબક્કો એવો છે જેને સેક્સમાં રસ જ નથી. સાથે જ દેશમાં બિનપરણીત લોકોની સંખ્યા ચિંતાજનક હદે વધી રહી છે. જેનાં કારણે વસ્તી અને તેની રૂચીમાં મોટો ફેરફાર આવી રહ્યો છે.

જાપાનમાં વૃદ્ધ થઇ ચુકેલા લોકોની વસ્તી દુનિયામાં સૌથી વધારે છે. યુવા પેઢી લગ્ન નથી કરી રહી અને તેનાં કારણે બાળકો પેદા નથી થઇ રહ્યા. સરકાર તો લગ્ન કરવા અને બાળકો પેદા કરવા માટે પૈસા આપી રહી છે. જો કે લોકો પોતાનાં કામમાં એટલા ડુબેલા છે કે તેમની પાસે લગ્ન કરવા અને બાળકો પેદા કરીને સેટલ થવા માટેનો સમય જ નથી.

જાપાન ટાઇમ્સનાં અહેવાલ અનુસાર જાપાની લોકો પર કરવામાં આવેલા એક નવા સર્વેમાં જાણવા મળ્યું છે કે 18 થી 34 વર્ષની ઉંમરનાં 70 ટકા લોકો અપરણીત પુરૂષો અને 60 ટકા અવિવાહિત મહિલાઓને રિલેશનશિપમાં રસ જ નથી. તેનાં કરતા પણ ચિંતાજનક બાબત છે કે 42 ટકા પુરૂષો અને 44 ટકા મહિલાઓએ સ્વિકાર્યું કે તેમણે હજી સુધી પોતાની વર્જિનીટી ગુમાવી જ નથી.

આ સર્વે જાપાનની નેશનલ ઇન્સિટ્યુટ ઓફ પોપ્યુલેશન એન્ડ સોશ્યલ સિક્યોરિટી રિસર્ચ દ્વારા કરવામા આવ્યો હતો. આ સર્વે દર પાંચ વર્ષે કરવામાં આવે છે. સંગઠને 1987માં જ્યારે સેક્સ અને રિલેશનશિપ મુદ્દે સર્વે કર્યો હતો ત્યારે જાણવા મળ્યું કે 48.6 ટકા પુરૂષો અને 39.5 ટકા મહિલાઓ અપરણિત હતી. 2010નાં સર્વેમાં 36.2 ટકા પુરૂષો અને 38.7 ટકા મહિલાઓએ સ્વિકાર્યું કે તેઓ વર્જિન છે. આ અંગેનાં સર્વેમાં તે પણ જોવાયું કે જે કપલ્સનાં લગ્ન થયા 15 થી 19 વર્ષ થઇ ચુક્યા છે તેમાનાં ઘણાખરા કપલ્સને બાળકોમાં રસ નથી.

You might also like