જાપાનમાં વધી રહ્યા છે મિનિમલિસ્ટ

જાપાનમાં ૩૬ વર્ષના એક અખબારી તંત્રી રહે છે. તેમનું નામ છે. ફુમિઓ સાસાકી, બે વર્ષ પહેલાં સુધી તેમને કોમ્પેક્ટ ડિસ્ક, ડિજિટલ વીડિયો ડિસ્ક, પુસ્તકો વગેરેનો સંગ્રહ કરવાનો જબ્બર શોખ હતો, પરંતુ આજે હવે તમે તેમના ઘરે જાઓ તો તેમનું ઘર તદ્દન ખાલીખમ છે. તેઓ ત્યાં જ રહે છે. એક્ચ્યુઅલી ફૂમિઓ સાસાકી હવે મિનિમલિસ્ટ બની ગયા છે.

જાપાનની ઝેન બુદ્ધિઝમની પરંપરા અનુસાર તેમણે પોતાની સાથે જોડાયેલી અત્યંત જરૂરી વસ્તુઓને બાદ કરતાં તમામ વસ્તુઓનો ત્યાગ કરી દીધો છે.  બે વર્ષ પહેલાં તેમને લાગવા લાગ્યું કે તેમની પાસે બધું છે છતાં કંઈક ખૂટે છે. એક દિવસ તેમણે પોતાની પાસે રહેલી બધી જ વસ્તુઓ વેચી દીધી. હવે તેમની પાસે થોડાક જ વાસણ, માત્ર જોડી કપડાં છે. જાપાનમાં આવા મિનિમલિસ્ટ લોકોનું પ્રમાણ વધતું જાય છે.

You might also like