જાન્યુઆરી એક્સપાયરી પૂર્વે શેરબજારની લેફ્ટ-રાઈટ

અમદાવાદ: વૈશ્વિક બજારમાં જોવા મળેલી સકારાત્મક ચાલની અસરે આજે સપ્તાહની શરૂઆતે સેન્સેક્સમાં ૨૦૦ પોઇન્ટનો ઉછાળો નોંધાઇ ૨૪,૬૩૭, જ્યારે એનએસઇ નિફ્ટી ૬૦ પોઇન્ટના સુધારે ૭,૪૮૨ની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી છે. મિડકેપ અને સ્મોલકેપ સેક્ટરમાં પણ તેજી જોવા મળી છે. આવતી કાલે શેરબજારમાં રજા પૂર્વે એફએમસીજી સિવાય તમામ સેક્ટોરિયલ ઇન્ડેક્સ ગ્રીન ઝોનમાં ખૂલ્યા હતા. જાહેર ક્ષેત્રની બેન્કોના શેર્સમાં મજબૂત સુધારો નોંધાયો હતો. એ જ પ્રમાણે મેટલ, ફાર્મા અને ઓટો સેક્ટરના સ્ટોક્સમાં પણ એક ટકાનો સુધારો નોંધાયો હતો.

આજે શરૂઆતે ક્રેઈન ઇન્ડિયાના સ્ટોક્સમાં ૨.૯૨ ટકા, વેદાંતા શેર્સમાં ૨.૯૦ ટકા, જ્યારે ટાટા સ્ટીલ કંપનીના શેર્સમાં ૨.૩૦ ટકાનો સુધારો નોંધાયો હતો. ભેલ અને એચસીએલ ટેક્નોલોજી કંપનીના શેર્સમાં પણ મજબૂતાઇ જોવા મળી હતી. તો બીજી બાજુ ભારતી એરટેલ કંપનીના શેર્સમાં ૧.૨૧ ટકા, આઇટીસી કંપનીના શેર્સમાં ૧.૦૭ ટકાનો ઘટાડો નોંધાયો હતો.

You might also like