જનધનમાં ખાનગી બેન્કનું દર ત્રીજુ ખાતુ ઝીરો એકાઉન્ટ

નવી દિલ્હી : મોદી સરકાર ભલે જનધન એકાઉન્ટ દ્વારા દેશનાં ગરીબ તબક્કાને આર્થિક સિસ્ટમમાં લાવવા માંગે છે. જો કે બેંકોમાં હાલ કરોડો ખાતા એવા છે જીરો બેલેન્સ છે. તેમાં પણ ખાસ કરીને પ્રાઇવેટ સેક્ટર બેંકોનુ પર્ફોમન્સ ખુબ જ ખરાબ છે. તેમના દ્વારા ખોલાયેલા ખાતાઓ પૈકી દર ત્રીજુ ખાતુ ખાલી છે.

ફાઇનાન્સ વિભાગ પાસેથી મળતી માહિતી અનુસાર 8 માર્ચ સુધીનાં રિપોર્ટમાં ઝીરો બેલેન્સ એકાઉન્ટમાં કોઇ મોટો સુધારો નથી થયો. ગત્ત 5-6 મહિનામાં જીરો બેલેન્સ એકાઉન્ટમાં ન તો પૈસા જમા થયા ન તો કોઇ વ્યવહાર થયો છે. નોંધનીય છે કે પ્રાઇવેટ બેંકો દ્વારા 90 લાખ જનધન એકાઉન્ટ ખોલવામાં આવ્યા હતા. જેમાંથી લગભગ 35 ટકા એકાઉન્ટ હાલની તારીખે પણ ઝીરો બેલેન્સ જ છે.

ફાઇનાન્સ વિભાગ અનુસાર જાહેર ક્ષેત્રની બેંકોએ લગભગ 22.43 કરોડ જનધન એકાઉન્ટ ખોલ્યા છે. જે પૈકી 24.14 ટકા એકાઉન્ટ ઝીરો બેલેન્સ છે. જ્યારે રિઝનલ રૂરલ બેંકનું સૌથી સારૂ પર્ફોમન્સ રહ્યું છે. તેના દ્વારા ખોલાયેલા કુલ ખાતાઓ પૈકી માત્ર 4.64 કરોડ એકાઉન્ટમાંથી લગભગ 21 ટકા એકાઉન્ટમાં જીરો બેલેન્સ છે.

જીરો બેલેન્સની અસર અંગે જણાવતા પંજાબ એન્ડ સિંધ બેંકના પૂર્વ સીજીએમ જી.એસ બિંદ્રાએ જણાવ્યું કે, જીરો બેલેન્સ એકાઉન્ટ બેંક અને કસ્ટમર બંન્ને માટે સારૂ નથી. તેનો સીધો અર્થ છે કે એખાઉન્ટ હોલ્ડર્સ કોઇ પ્રકારની બેંકિંગ એક્ટિવીટી નથી કરતો. સાથે જ બેંક માટે પણ આ પ્રકારનાં એકાઉન્ટ નુકસાનકારક જ સાબિત થાય છે. તેની અશર થાય છે કે બેંક આ પ્રકારનાં પ્રોફાઇલવાળા કસ્ટમર્સનું ખાતુ ખોલવાને વધારે મહત્વ નથી આપતી.

You might also like