VIDEO: જામનગરથી ગુમ થયેલા 2 વિદ્યાર્થીઓ CCTVમાં કેદ

જામનગરઃ લાખાબાવળ ગામેથી ગુમ થયેલ 2 વિધાર્થીઓ દ્વારકાનાં રેલ્વે સ્ટેશન પર દેખાયાં છે. આ બે વિધાર્થીઓ રેલ્વે સ્ટેશન પર લાગેલા CCTV કેમેરામાં કેદ થયાં છે.

ઉલ્લેખનીય છે કે 25 જાન્યુઆરીએ પંચશીલ છાત્રાલયમાંથી બે વિધાર્થીઓ ગુમ થયાં હતાં. જો કે ગુમ થયાંની ફરિયાદ નોંધાતા પોલીસે અપહરણની આશંકાઓને લઇ વધુ તપાસ હાથ ધરી છે.

જામનગરનાં લાખાબાવળ ગામેથી 2 વિદ્યાર્થીઓ થયાં હતાં ગુમ
ગુમ થયેલા બંને વિદ્યાર્થીઓ દ્વારકા રેલ્વે સ્ટેશન પર દેખાયા
રેલ્વે સ્ટેશન પર લાગેલા CCTV કેમેરામાં વિદ્યાર્થીઓ કેદ
25 તારીખે છાત્રાલયમાંથી ગુમ થયાં હતાં વિદ્યાર્થીઓ
અપહરણની આશંકાએ પોલીસે તપાસ હાથ ધરી

You might also like