હરિબાપા ‘પુષ્પક’માં નહીં 108માં ગયા દવાખાને,2 કલાકે ખોલી આંખો

જામનગર: આશરે 2 કલાકના નાટક બાદ જામનગરના જામવંથલી ગામના રહેવાસી હરિબાપાએ આંખો ખોલી હતી, આ ઘટનાની મળતી વિગત અનુસાર ગતરોજ જામનગરના આ ભક્તે પોતાને ભગવાન લેવા આવવાના છે તેવી જાહેરાત કરતા હજારોની સંખ્યામાં ભક્તોએ જામનગર તરફ મીટ માંડી હતી અને આજે બપોરથી શ્રધ્ધાળુ ઘટના સ્થળે પહોંચ્યા હતા. જો કે 5 વાગી ગયા છતા કોઇ ભગવાન આ હરિબાપાને લેવા આવ્યા ન હતા.

2 કલાક બાદ હરિબાપાએ આંખો ખોલી હતી અને જામનગરની સરકારી દવાખાનાના ડોક્ટરોની ટિમ અને સરકારની 108 ઇમરજન્સી ઘટના સ્થળે પહોંચી હતી જો કે આ ઘટના સમયે કેટલીક દોડધામ મચી જતા પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી. અને ડોક્ટરોએ તેમની તપાસ કરતા તેમણે આંખો ખોલી હતી.

ઉલ્લેખનીય છે કે,કૃષ્ણ વલલ્ભાચાર્યજીએ પોતાનાં જીવનમાં 16 મહત્વની ડિગ્રી મેળવી છે. કૃષ્ણ વલલ્ભાચાર્યજીનાં અંતિમ સંસ્કાર જુનાગઢ નજીક આવેલા એક ખેતરમાં કરવામાં આવ્યાં હતાં. હાલ જ્યાં તેઓનું મંદિર આવેલું છે. તેમનાં ભકતોએ કુંકાવાવ અને જામ વંથલીમાં પણ તેમનું મંદિર બનાવ્યું છે. પોતાને કૃષ્ણ વલલ્ભાચાર્યજી પરમધામમાંથી પોતાના રથમાં લેવા આવનાર હોવાનો દાવો કરનાર હરિબાપા જામ વંથલી મંદિરનાં ટ્રસ્ટી રહી ચૂકયાં છે.

આપને જણાવી દઇએ કે હરિબાપાને તપાસીને વધુ સારવાર અર્થે નજીક રહેલ જામનગરના દવાખાને ખસેડવામાં આવ્યા હતા જો કે હરિબાપાએ માધ્યમો સાથે વાતચીત કરવાનો નનૈયો ભણ્યો હતો. પરંતુ આગામી સમયમાં જાણવા મળશે કે હરિબાપાએ આવી રીતે ધર્મ સાથે છેડછાડ શા માટે કરી હતી.

You might also like