VIDEO: ધ્રોલની સ્પિનિંગ મિલમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ

જામનગરઃ ધ્રોલ નજીક સ્પિનિંગ મિલમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો. સણોસરા ગામ પાસે નેચરલ સ્પિનિંગ મિલમાં આગ લાગતા આસપાસના લોકોમાં દોડભાગ મચી ગઈ હતી.

જોકે આ આગ ક્યા કારણોસર લાગી તે અંગેનું ચોક્કસ કારણ નથી જાણી શકાયુ. બેકાબૂ બનેલી આગને કાબૂંમાં લેવા માટે 4 ફાયર ફાયટરોની મદદ લેવામાં આવી હતી.

આપને જણાવી દઇએ કે,સણોસરામાં બનેલ આ બનાવ કોઇકારણસર બન્યો હતો. રૂની ગાંસડીઓ ઝપેટમાં આવી હતી. ફાયર ફાયટરોની મદદથી આ આગ કાબૂમાં લેવાઇ હતી. નુકસાનીનો હાલ કોઇ અંદાજ આવ્યો નથી.

ઉલ્લેખનીય છે કે, ઉનાળો જામી પડ્યો છે ત્યારે આગ લાગવાના બનાવો વધી રહ્યા છે,આ પહેલા પણ રાજ્યભરમાં ઠેર-ઠેર આગ લાગવાના બનાવો થતા રહ્યા છે ત્યારે જામનગર નજીક આવેલ ધ્રોલ નજીક આવેલ સ્પિનિંગ મિલમાં આગ લાગતા આસપાસ રહેલ લોકોમાં અફડા-તફડી મચી જવા પામી હતી.

જો કે આ ઘટના અંગેની જાણ નજીકના ફાયર વિભાગને કરવામાં આવતા ફાયરફાયટર ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આગ પર કાબૂ લેવાના પ્રયાસ હાથ ધર્યા હતા. આ આગ ક્યા કારણોસર લાગી તે અંગે હજી કોઇ જાણકારી પ્રાપ્ત થઇ શકી ન હતી.

You might also like