VIDEO: જામનગરનાં પતંગોત્સવની આમંત્રણ પત્રિકાએ જગાવ્યો વિવાદ, જાણો કેમ?

જામનગરઃ “ઘરનાં છોકરા ઘંટી ચાટે ને પારકાને આટો” આ કહેવત તો તમે બધાએ સાંભળી જ હશે. કંઈક આવું જ ઘાટ જામનગરમાં પતંગોત્સવની આમંત્રણ પત્રિકા જોતા જાણવા મળ્યું છે. કલેક્ટર, કમિશનર અને પ્રવાસન વિભાગે જામનગરનાં પતંગ મહોત્સવ માટે આમંત્રણ પત્રિકા છાપી હતી.

આ આમંત્રણ પત્રિકામાં ઘણો મોટો છબરડો જોવાં મળ્યો હતો. આ આમંત્રણ પત્રિકામાં ભાજપનાં મેયર, સાંસદો અને ધારાસભ્યોનાં નામની સાથે કોંગ્રેસનાં પણ કેટલાંક મહાનુભાવોનાં નામ છપાયેલા છે.

પરંતુ રાજ્યનાં કેબિનેટ મંત્રી આર.સી ફળદુનાં નામનો ઉલ્લેખ આ આમંત્રણ પત્રિકામાં ક્યાંય જોવા મળતો નથી. જેનાં કારણે ભારે નારાજગી ઉભી થઈ છે અને આ મુદ્દો જાણે ઈરાદાપૂર્વકનો પ્રયત્ન હોય તે રીતે તેનો વિવાદ સર્જાયો છે.

You might also like