જમ્મુનાં થિયેટરોમાં ગૂજ્યું રાષ્ટ્રગીતઃ અાદેશ પહેલાં જ પાલન કરાયું

જમ્મુ: રાષ્ટ્ર પ્રત્યે સન્માન હોવું તે ફરજિયાત ન બનાવી શકાય, પરંતુ દિલમાંથી અા સન્માન સ્ફૂરે તે જરૂરી છે. જમ્મુના િથયેટરના સંચાલકોઅે અા વાતને અાત્મસાત્ કરતાં રવિવારે ફિલ્મ શરૂ થતાં પહેલાં રાષ્ટ્રગીત વગાડીને એક અનુકરણીય ઉદાહરણ અાપ્યું. દેશનાં ઘણાંબધાં થિયેટરો હજુ પણ તંત્રના અાદેશની રાહ જોઈ રહ્યાં છે તો ઘણા એવાં પણ છે, જે ડેડલાઈન પહેલાં રાષ્ટ્રગીત વગાડવાની તૈયારીમાં લાગ્યાં છે.

રાષ્ટ્ર પ્રત્યે હંમેશાં સન્માનનો ભાવ રાખનારા જમ્મુના લોકોઅે એક વાર ફરી સાબિત કરી દીધું છે કે તેમની નસોમાં દેશપ્રેમ વહે છે. રાષ્ટ્રગીતના કોઈ પણ નિર્ણયનું પાલન કરવા માટે તેમને સરકારી દિશા-નિર્દેશની જરૂર નથી.
ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે ગુરુવારે તમામ સિનેમાઘરમાં ફિલ્મ શરૂ થતાં પહેલાં રાષ્ટ્રગીત સંભળાવવા અને દર્શાવવાના અાદેશ અાપ્યા હતા. મુખ્ય અદાલતોઅે ૧૫ દિવસની અંદર પ્રશાસનને અા અાદેશનું પાલન કરવાની અાજ્ઞા કરી હતી, પરંતુ જમ્મુના થિયેટરોના સંચાલકોઅે અાદેશની રાહ જોયા વગર રાષ્ટ્રગીત શરૂ કરી દીધું. અા પગલાને સામાન્ય લોકોઅે પણ સહર્ષ સ્વીકાર્યું છે.
એક થિયેટરમાં રાષ્ટ્રગીત વાગવાનું શરૂ થયું તો લોકો જાતે જ તેના સન્માનમાં ઊભા થઈ ગયા. લોકોનું કહેવું હતું કે દેશ માટે સન્માનનો ભાવ કોઈ અાદેશના બદલે સ્વેચ્છાઅે હોય તે વધુ જરૂરી છે. તેમનું કહેવું છે કે મુખ્ય અદાલતોઅે અા અેક સારો નિર્ણય અાપ્યો છે.

કેસી સિનેપ્લેક્સમાં ફિલ્મ જોવા અાવેલ ખાલીદા નઝીરે જણાવ્યું કે ઘણા બધા લોકો એ વાતને ભૂલી ગયા હતા કે રાષ્ટ્રગીત ચાલી રહ્યું છે તો સાવધાનની સ્થિતિમાં ઊભાં રહેવું જોઈઅે. શરૂ શરૂમાં અટપટું લાગ્યું, પરંતુ અાવનારા દિવસોમાં એક અાદત પડી જશે. એક અન્ય વ્યક્તિઅે કહ્યું કે સુપ્રીમના અાદેશ પર અા પ્રક્રિયા શરૂ કરવામાં અાવી રહી છે તે દુઃખદાયક છે. જ્યારે અા કામ સ્વૈચ્છાઅે થવું જોઈઅે. માત્ર થિયેટરોમાં જ નહીં, પરંતુ સાર્વજનિક મહત્વવાળી જગ્યાઅો પર અા પ્રકારનું અાયોજન થવું જોઈઅે.
કેસી થિયેટરના સંચાલક શશીપાલસિંહે જણાવ્યું કે નિર્દેશના અાગામી દિવસથી જ રાષ્ટ્રગીત વાગવાનું શરૂ થઈ ગયું હતું. દરેક શો શરૂ થતાં પહેલાં વાગનારા રાષ્ટ્રગીતને લઈને દર્શકોમાં સન્માનની ભાવના છે. હજુ સુધી કોઈઅે પણ અાપત્તિ વ્યક્ત કરી નથી. દરેક શોમાં લોકો ખૂબ જ સન્માનથી ઊભા રહે છે.

home

You might also like