જમ્મુ-કશ્મીરનાં ગુરેજ સેક્ટરમાં હિમસ્ખલન, સેનાનાં 3 જવાનો લાપતા

જમ્મુ-કશ્મીરઃ અચાનક બદલાયેલા મોસમથી સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડીનું પ્રમાણ વધી ગયું છે. જમ્મુ-કશ્મીરમાં પણ ભારે હિમવર્ષા થઇ રહી છે અને આ હિમવર્ષાનાં કારણે કશ્મીરનાં ગુરેજ સેક્ટરમાં સેનાનાં ત્રણ જવાનો લાપતા થયા છે. રવિવાર રાતથી ગુરેજ સેક્ટરમાં ભારે હિમવર્ષા થઇ રહી છે.

જો કે આ હિમવર્ષાનાં કારણે 5 ફિટ સુધી બરફ જામી ગયો છે. આ પહેલાં 2017ની શરૂઆતમાં ગુરેજ સેક્ટરમાં હિમસ્ખલનનાં કારણે 15 જવાનો શહીદ થઇ ગયા હતાં. પોલીસનાં જણાવ્યા અનુસાર એક અધિકારીએ જણાવ્યું કે ગઇ કાલે મોડી રાતનાં ગુરેજ સેક્ટરમાં નિયંત્રણ રેખાની પાસે એક સૈન્ય ચોકી હિમસ્ખલની ઝપેટમાં આવી ગયું છે.

એમણે વધુમાં કહ્યું કે,”લાપતા સૈનિકોની શોધખોળ કરવાની કોશિશ સંપૂર્ણપણે કરવામાં આવી રહી છે. પરંતુ સતત થઇ રહેલ હિમવર્ષાને લીધે શોધખોળનો પ્રયાસ વધુ પ્રભાવિત થતો જોવાં મળી રહ્યો છે. ગુરેજ સેક્ટરનાં તુલૈલમાં હિમસખ્લનની ઝપેટમાં આવ્યા બાદ ગઇકાલથી જ સેનાનો એક પોર્ટર ગાયબ છે.

ત્યાં જ સાથે ભારે હિમવર્ષાને કારણે શ્રીનગર-જમ્મુ રાષ્ટ્રીય રાજમાર્ગ બંધ થતાં અને શ્રીનગર હવાઇ માર્ગ પરથી ફ્લાઇટો પણ રદ્દ થતાં કાશ્મીર ઘાટીનો સંપર્ક આજે પૂરા દેશ સાથે તૂટી ગયો છે. ઉલ્લેખનીય છે કે આ પહેલાં 2017ની શરૂઆતમાં ગુરેજ સેક્ટરમાં હિમસ્ખલનનાં કારણે 15 જવાનો શહીદ થઇ ગયા હતાં.

You might also like