જમ્મુમાં રોહિંગ્યાઓની ઝૂંપડીમાંથી રૂ. 30 લાખની જંગી કેશ જપ્ત

જમ્મુ: જમ્મુના ચન્ની હિંમત વિસ્તારમાં રહેતા રોહિંગ્યા શરણાર્થીઓની વસાહતમાંથી રૂ.૩૦ લાખ રોકડા મળતાં બાંગ્લાદેશ આતંકી નેટવર્ક સક્રિય હોવાની શંકા મજબૂત બની છે. પોલીસને એવી શંકા છે કે સ્વાતંત્ર્ય દિન પહેલાં આતંકી સંગઠન કોઇ મોટો આતંકી હુમલો કરવાની ફિરાકમાં હોવું જોઇએ અને એ માટે ટેરર ફંડીંગ તરીકે આ રકમ પહોંચાડવામાં આવી હોય.

આ સંદર્ભમાં ત્રણ રોહિંગ્યાની ધરપકડ કરવામાં આવી છે. આટલી જંગી રકમ રોકડમાં મળ્યા બાદ પોલીસે સઘન પૂછપરછ શરૂ કરી દીધી છે. રોહિંગ્યાઓએ જણાવ્યું હતું કે તેમને બે બાંગ્લાદેશીઓેએ આ બેગ આપી હતી. આ બેેગમાં શું હતું તેની તેમને ખબર નહોતી અને હવેે બેગ આપનારા બાંગ્લાદેશીઓના ફોન પણ બંધ આવે છે.

રોહિંગ્યાઓ પાસેથી રૂ.૩૦ લાખ ભરેલી કેશની બેગ ઝડપાતાં એવી દહેશત વ્યકત કરવામાં આવી રહી છે કે બાંગ્લાદેશનું આતંકી નેટવર્ક પણ જમ્મુ-કાશ્મીરના આતંકવાદીઓને ફંડિંગ કરવામાં સક્રિય બની ગયું છે.

આમ પણ નશીલા પદાર્થો, ટેરર ફંડિંગ અને આતંકી સંગઠનોના એકાએક સક્રિય થવાના કારણે સુરક્ષા એજન્સીઓ પહેલેથી જ સતર્ક છે. જપ્ત કરવામાં આવેલ રોકડ રકમને એક પ્લાસ્ટિક કન્ટેનરમાં કબાટની નીચેે સૂટકેસમાં છુપાવેલી હાલતમાં રાખવામાં આવી હતી. રોહિંગ્યા શરણાર્થીઓને દેશની સુરક્ષા માટે ખતરારૂપ માનવામાં આવે છે.

ઇનપુટસના આધારે રોહિંગ્યાઓની છાવણીઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા અને ત્યારે રૂ.પ૦૦ અને ર,૦૦૦ની નવી નોટોમાં રૂ.ર૭ લાખ અને બાકીની ઓછી રકમની નોટોમાં રોકડ મળી હતી. રોહિંગ્યાઓએ જણાવ્યું હતું કે તેમને ઇસ્માઇલ (ઉ.વ.૧૯) અને નૂર આલમ (ઉ.વ.ર૧) નામના શખ્સોએ આ બેગ તેમને આપી હતી.

You might also like