પાકિસ્તાને ફરી તોડ્યુ સીઝફાયર, સેનાએ આપ્યો જડબાતોડ જવાબ

જમ્મુઃ પાકિસ્તાને ફરી એક વખત સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. જમ્મૂના પુંછ સેક્ટરમાં ગઇકાલે રાત્રે પાકિસ્તાન તરફથી ફાયરિંગ શરૂ થયું હતું. ભારતીય સેનાની 6 પોસ્ટને નિશાન બનાવ્યું હતું. જો કે ભારતીય સેનાએ પણ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે.

પાકિસ્તાનની મોચી મોહરા, ધકની ધોક, ન્યૂ ડિંગ અને નેજાપીર પોસ્ટ પરથી ભારતની 6 પોસ્ટને નિશાન બનાવવામાં આવ્યાં હતા. પાકિસ્તાની સેનાએ બોર્ડર પાસેના ગામમાં પણ મોર્ટાર નાખ્યા હતા. સેના પ્રમાણે ફાયરીંગ સવાર સુધી ચાલ્યું હતું. અત્યાર સુધી આ ગોળીબારમાં કોઇના માર્યાગાયાના સમાચાર આવ્યાં નથી.

પાકિસ્તાન દ્વારા આ રીતના કૃત્ય સમયાંતરે કરવવામાં આવે છે. જો કે ભારતીય સેનાની સતર્કતાને પગલે પાકિસ્તાન તેના ઇરાદાઓમાં નિષ્ફળ રહ્યું છે. આ વખતે પણ ભારતીય સેનાએ પાકિસ્તાનને જળબાતોડ જવાબ આપ્યો છે.

You might also like