વૈષ્ણોદેવી જઇ રહેલ શ્રદ્ધાળુઓ પર ભેખડ પડતાં 5નાં મોત અને 25થી વધુ ઘાયલ

જમ્મુ-કશ્મીરનાં રિયાસી જિલ્લામાં વૈષ્ણોદેવી જઇ રહેલ શ્રદ્ધાળુઓની ઉપર ભેખડ નીચે પડી છે. આ ઘટનામાં 5 શ્રદ્ધાળુઓનાં મોત થયાં છે જ્યારે 25થી અધિક શ્રદ્ધાળુઓ ઘાયલ પણ થયાં છે. શરૂઆતની જાણકારી મુજબ વૈષ્ણોદેવી જઇ રહેલ શ્રદ્ધાળુઓ રસ્તામાં એક ઝરણાં પાસે ન્હાવા માટે રોકાયાં હતાં.

ત્યારે ઝરણામાં ન્હાવા દરમ્યાન જ શ્રદ્ધાળુઓ પર ભેખડ નીચે પડ્યો. જેમાં 5 શ્રદ્ધાળુઓનાં મોત થયાં જ્યારે 25થી અધિક શ્રદ્ધાળુઓ ઘાયલ છે. દરેકને નજીકમાં આવેલ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવેલ છે.

આ ઘટના બાદ તુરંત જ મોકા પર સેના અને પોલીસનાં જવાનો પહોંચી ગયાં. તેઓએ ઘાયલોને તુરંત જ હોસ્પિટલ મોકલ્યાં. રાજ્યમાં વીતેલા છેલ્લાં કેટલાંક મહીનાથી સતત વરસાદ થઇ રહેલ છે. આશંકા એવી દર્શાવવામાં આવી રહેલ છે કે ભારે વરસાદ બાદ આ લેન્ડસ્લાઇડ થયેલ છે. શ્રદ્ધાળુઓ પર ભારે ભેખડ પડવાંથી ત્યાં ભારે દોડધામ પણ મચી ગઇ હતી. એવું જણાવાઇ રહ્યું છે કે આ દુર્ઘટનામાં મોટે ભાગે શ્રદ્ધાળુઓ સ્થાનીક લોકો જ હતાં.

You might also like